બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 29 May 2026
Bridge Collapses : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ભારે વાવાઝોડા વચ્ચે એક મોટો અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ જતા ઓછામાં ઓછા છ મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ હમીરપુરના મોરા કંદર અને કુરારા વિસ્તારોને જોડવા માટે નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે વિસ્તારમાં અચાનક જોરદાર પવન અને ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ દરમિયાન પુલનો વિશાળ સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર કામદારોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો અને અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ADVERTISEMENT
VIDEO | Hamirpur, Uttar Pradesh: At least six feared dead and several injured as a portion of an under-construction bridge over Betwa river collapsed during storm. Rescue operations underway. More details are awaited.
— Press Trust of India (@PTI_News) May 29, 2026
(Source: Third Party)
(Full video available on PTI Videos -… pic.twitter.com/xH6h9dGjyt
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે ભારે મશીનોની મદદ લેવામાં આવી રહી છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, થોડા સમય પહેલા બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર આવેલા વિક્રમશિલા પુલનો એક ભાગ પણ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તે પહેલાં જમ્મુ જિલ્લાના બંતલાબ વિસ્તારમાં નિર્માણાધીન પુલનો થાંભલો ધરાશાયી થતાં અનેક કામદારો ઘાયલ થયા હતા અને કેટલાકના મોત પણ થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.