બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:27 AM, 18 October 2025
Garib Rath Express Train : આજે સવારે પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12204)ના એક કોચમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઘટના સવારે લગભગ 7:30 વાગ્યે બની હતી, ત્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ મુસાફરો અને રેલ્વે કર્મચારીઓએ કોચમાંથી ઉઠતો ધુમાડો જોતા જ તરત રિપોર્ટ કર્યો અને રેલ્વે અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાં. આ તરફ કોચમાં રહેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી અન્ય કોચોમાં ખસેડવામાં આવ્યા.
VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB
— Press Trust of India (@PTI_News) October 18, 2025
ADVERTISEMENT
ઝડપી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના
આ તરફ આગ લાગવાની જાણ થતાં જ રેલ્વે ફાયર યુનિટ અને સ્થાનિક ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર ઝડપથી કાબૂ મેળવ્યો. આગ ક્યાંથી લાગી તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ આગથી કોઈ જાનહાનિ કે ઈજાની ખબર નથી, જે રાહતદાયક સમાચાર છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : આઝાદીના 78 વર્ષ બાદ પ્રથમવાર ભારતીય વાયુસેના આવું કરશે, જાણીને ગર્વ થશે
ADVERTISEMENT
શું કહ્યું અધિકારીઓએ ?
ટ્રેન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઘટના સમયે રેલ્વે સ્ટાફે સૂચિત રીતે કામગીરી કરી. સમયસર કાર્યવાહીના કારણે કોઇ મોટી દુર્ઘટના થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે. આગ સંપૂર્ણ કાબૂમાં છે અને ટ્રેન ટૂંક સમયમાં તેના ગંતવ્ય માટે રવાના થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.