બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આઝાદીના 78 વર્ષ બાદ પ્રથમવાર ભારતીય વાયુસેના આવું કરશે, જાણીને ગર્વ થશે

નેશનલ / આઝાદીના 78 વર્ષ બાદ પ્રથમવાર ભારતીય વાયુસેના આવું કરશે, જાણીને ગર્વ થશે

Jinal Chauhan

Last Updated: 09:00 AM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોર્ડર્ન મિલેટ્રી એરક્રાફક્ટની રેકિંગ પ્રમાણે અમેરિકા અને રશિયા પછી ભારતીય વાયુસેના દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના છે. બ્રિટન આ લિસ્ટમાં આઠમાં ક્રમે છે.

ભારત અને બ્રિટેન વચ્ચે રક્ષા ક્ષેત્રમાં એક નવું ઐતિહાસિક સહયોગ શરૂ થઈ રહ્યું છે.જે દેશે એક સમયે ભારતમાં 'રોયલ ઈન્ડિયન એર ફોર્સ'નો પાયો રાખ્યો હતો, હવે એ જ બ્રિટનની રોયલ એર ફોર્સના ફાઈટર પાયલટ્સને ભારતીય વાયુસેનાના અનુભવી ઓફિસર્સ ટ્રેનિંગ આપશે.

ભારતીય વાયુસેનાના બે દિગ્ગજ ફાઈટર પાયલટ ટ્રેનર ટૂંક સમયમાં જ બ્રિટનના RAF વેલી એરબેઝમાં જશે, જે વેલ્સના ઉત્તર-પશ્વિમ તટ પર એગલન્સી દ્વીપ પર આવેલું છે. અહીંયા તે બ્રિટિશ એરફોર્સના પાયલટ કેડેટ્સને BAE Hawk T Mk2 એડવાન્સ જેટ ટ્રેન વિમાન પર ટ્રેનિંગ આપશે. આ એજ વિમાન છે જેની પર બ્રિટનના આગામી પેઢીના ફાયટર પાયલટ ટાઈફુન અને F-35 જેવા ફ્રન્ટલાઈ જેટ્સની તૈયારી કરે છે.

Indian-airforce-agniveer Agniveer Vayu

ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગનો સમય રહેશે

રોયલ એરફોર્સના એક વરિષ્ઠ ઓફઇસરે જણાવ્યું કે, આ પહેલ બન્ને દેશો વચ્ચે મજબૂત બની રહેલા રક્ષા સહયોગની દિશામાં મહત્વનું પગલુ છે. તેમણે કહ્યું કે, ભારતીય ટ્રેનર્સની નિમણૂકની ચોક્કસ તારીખ હાલ નક્કી થઈ નથી, પણ ઓક્ટોબર 2026 સુધી નક્કી થઈ જશે. તેમની UKમાં પ્રારંભિક ટ્રેનિંગ અને પરિચય પ્રક્રિયા લગભગ એક વર્ષ અથવા એનાથી ઓછા સમયમાં પુરી થઈ જશે. બન્ને ભારતીય ટ્રેનર્સનું વેતન ભારત સરકાર આપશે, જ્યારે બ્રિટનનું રક્ષામંત્રાલય તેમના રહેવાની વ્યવસ્થા કરશે. આ ટ્રેનર્સ RAF વેલીમાં ત્રણ વર્ષ સુધી રહી શકે છે.

મોદી-સ્ટાર્મર મુલાકાતમાં થઈ સમજૂતી

આ કરાર બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટાર્મરની મુંબઈની મુલાકાત વખતે થયો છે, જ્યારે વડાપ્રધાન મોદીએ તેને ઓફિશયલ અનાઉસ્ કર્યું. આ યાત્રા દરમિયાન બન્ને દેશ વચ્ચે 350 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 3700 કરોડ રૂપિયાની ડીલ થઈ છે, જેમાં બ્રિટન ભારતને હળવી મલ્ટીરોલ મિસાઈલ સિસ્ટમ આપશે.

રક્ષા ક્ષેત્રમાં નવો અધ્યાય

RAFના સૂત્રો પ્રમાણે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર ટ્રેનિંગ નહીં હોય, પણ ભારત-યુકેના સંબંધને પણ મજબૂત કરવાનો છે. એક RAF અધિકારીએ કહ્યું કે, ભારતીય ટ્રેનર્સની ભાગીદારીથી બન્ને દેશની વાયુ સેના વચ્ચે સારી ઈ્ટરઓપરેબિલિટી વિકસીત થશે, જેનાથી વિશ્વાસ અને સહયોગના નવા રસ્તા ખુલશે.

vtv app promotion

આ પણ વાંચોઃ Indian Air Force બની ત્રીજા નંબરની તાકાતવર વાયુસેના, પાકિસ્તાન ટોપ 10માં પણ નહીં

ભારત દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના

વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલેટ્રી એરક્રાફ્ટની રેકિંગ પ્રમાણે, અમેરિકા અને રશિયા પછી ભારતીય વાયુસેના દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના છે. બ્રિટન આ લિસ્ટમાં આઠમા નંબરે છે.

રણનિતીક લાભ

RAF ના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, "ભારતીય ટ્રેનર્સની ભાગીદારી RAFને માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં આપે પરંતુ બંને દેશો વચ્ચે ટેકનિકલ અને વ્યૂહાત્મક જ્ઞાનના આદાનપ્રદાનમાં પણ વધારો કરશે.જે ભવિષ્યની સંયુક્ત કામગીરીમાં ઉપયોગી સાબિત થશે."

આ ઐતિહાસિક સહયોગની માત્ર સંરક્ષણ નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવી નથી, પરંતુ તેને ભારતના વધતા વૈશ્વિક લશ્કરી પ્રભાવના પ્રતીક તરીકે પણ જોવામાં આવી રહ્યું છે - જ્યાં ભારતીય પાઇલટ્સ હવે બ્રિટનના ફાઇટર પાઇલટ્સને ઉડાન ટ્રેનિંગ આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Air Force India Defense
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ