બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:46 AM, 4 May 2026
Assembly Election Result 2026 : ભારતના પાંચ મહત્વપૂર્ણ રાજ્યોપશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને થોડા કલાકોમાં પ્રારંભિક ટ્રેન્ડ્સ સામે આવવાની શક્યતા છે. કુલ 824 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં લાખો મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. અહીં 294 બેઠકોમાંથી 293 બેઠકોની મતગણતરી થઈ રહી છે, જેમાં 92%થી વધુ મતદાન નોંધાયું હતું. કુલ 2926 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. રાજ્યભરમાં 77 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ખાસ કરીને નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હોટસીટ્સ પર સૌની નજર ટકેલી છે, જ્યાં તીવ્ર રાજકીય ટક્કર જોવા મળી હતી.
આસામમાં 126 બેઠકો માટે મતગણતરી કડક સુરક્ષા વચ્ચે થઈ રહી છે. અહીં 85.96% જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદાતાઓની સક્રિય ભાગીદારી દર્શાવે છે. 35 જિલ્લાઓના 40 મતગણતરી કેન્દ્રો પર 722 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય લેવાઈ રહ્યો છે. પુડ્ડુચેરીમાં 30 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ છે. અહીં 89.87% જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું. કુલ 294 ઉમેદવારોના પરિણામો આજે સામે આવશે, જે રાજ્યના રાજકીય દિશાને નિર્ધારિત કરશે.
ADVERTISEMENT

આ પણ વાંચો : ભારત માટે મોટા સમાચાર: હોર્મુઝના ખતરામાંથી બહાર નીકળ્યું LPG જહાજ 'સર્વશક્તિ'
ADVERTISEMENT
તમિલનાડુમાં 234 બેઠકો માટે પરિણામો જાહેર થવાના છે. રાજ્યમાં 84.69% મતદાન નોંધાયું હતું અને 4023 ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણી રાજ્યની રાજકીય સમીકરણોને નવી દિશા આપશે. કેરળમાં 140 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે, જ્યાં 79.63% મતદાન નોંધાયું હતું. ખાસ નોંધનીય બાબત એ છે કે અહીં સૌથી વધુ 863 ઉમેદવારો મેદાનમાં હતા, જે રાજ્યની રાજકીય સ્પર્ધાને દર્શાવે છે.આ પાંચેય રાજ્યોના પરિણામો માત્ર સ્થાનિક રાજકારણ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજકીય દૃશ્ય માટે પણ મહત્વ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.