બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:09 PM, 3 May 2026
માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું LPG જહાજ 'MT સર્વશક્તિ' હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયું છે. આ જહાજ 46,313 મેટ્રિક ટન રસોઈ ગેસનો જથ્થો લઈને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. 20 સભ્યોના ક્રૂમાં 18 ભારતીયો સામેલ છે. વૈશ્વિક તેલ-ગેસ સંકટ વચ્ચે આ જહાજનું સુરક્ષિત હોવું ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. આ જહાજ 13 મે સુધીમાં ભારતીય કિનારે પહોંચશે તેવી શક્યતા છે.
ADVERTISEMENT

વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થવાની આશંકાઓ વચ્ચે 'MT સર્વશક્તિ' જહાજનું સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવું એ ભારતની મુત્સદ્દીગીરી અને નસીબ બંનેનો વિજય માનવામાં આવે છે. હોર્મુઝની સામુદ્રધુની અત્યારે વિશ્વનો સૌથી ખતરનાક દરિયાઈ માર્ગ બની ગયો છે, જ્યાં ઈરાન અને અમેરિકાના યુદ્ધને કારણે અનેક માલવાહક જહાજો અટવાયા છે. જોકે, ભારત સરકારની સતત દેખરેખ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આ જહાજ કોઈ પણ પ્રકારના નુકસાન વગર આગળ વધવામાં સફળ રહ્યું છે.
ADVERTISEMENT
આ જહાજમાં રહેલો 46,313 મેટ્રિક ટન LPG નો જથ્થો ભારતના ઘરેલું બજાર માટે અત્યંત નિર્ણાયક છે. ખાસ કરીને જ્યારે યુરોપના 21 દેશોમાં મોંઘવારી વધી રહી છે અને ગેસની સપ્લાય ખોરવાઈ છે, ત્યારે આટલી મોટી ખેપ ભારત પહોંચવાથી રસોઈ ગેસના પુરવઠામાં સ્થિરતા જળવાઈ રહેશે. શિપિંગ ટ્રેકર્સના જણાવ્યા મુજબ, જહાજ અત્યારે કોઈ પણ બાધા વગર હિંદ મહાસાગરના માર્ગે ભારતીય જળસીમા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ મનોરંજન / વીર સાથે બ્રેકઅપ બાદ આ અભિનેતા તારાનું આવ્યું દિલ, સંબંધ પર લાગી ગઇ મોહર !
ADVERTISEMENT
ભારત સરકારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તમામ 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેઓ જહાજ પરથી સતત સંપર્કમાં છે. આ જહાજ આગામી 13 મે 2026 ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ બંદરે લંગર નાખશે. ત્યાંથી આ ગેસનો જથ્થો દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે કાચા તેલ અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે, પરંતુ આવા જહાજોનું સુરક્ષિત આગમન ભારત માટે આર્થિક રાહતના સંકેત સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.