બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / રાહતભરી ખબર! આજે સસ્તું થઈ ગયું સોનું, ખરીદતાં પહેલાં ચેક કરી લો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Last Updated: 11:57 AM, 15 September 2025
આગામી સમયમાં તહેવારોની સિઝન આવી રહી છે તે પહેલાં સોનાના ભાવને લઈને સારા સમાચાર આવ્યાં છે જે સોનું ખરીદવા માગતા લોકોને કામ લાગી શકે છે આ બધામાં ભારતનું એક શહેર ટ્રેન્ડિંગમાં આવ્યું છે જ્યાં ભાવ ઘટાડાને કારણે સોનું સૌથી સસ્તું મળી રહ્યું છે.
ADVERTISEMENT
સોનાના ભાવમાં કેટલો ઘટાડો આવ્યો
સોમવાર, 15 સપ્ટેમ્બરના રોજ, સોનાની ગતિ થોડી ધીમી પડી છે એટલે કે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.53 વાગ્યે, સોનાના ભાવ (ભારતમાં સોનાનો ભાવ) પ્રતિ 10 ગ્રામ 105 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીમાં પ્રતિ કિલો 74 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
આજે શું રહ્યો સોનાનો ભાવ?
સવારે 10 વાગ્યાની આસપાસ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.09 લાખની આસપાસ હતો. સોનાએ અત્યાર સુધીમાં 10 ગ્રામ દીઠ 109,150 રુપિયાનો નીચો રેકોર્ડ અને 10 ગ્રામ દીઠ 109, 359 રુપિયાનો ઉચ્ચ રેકોર્ડ બનાવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કમાવાની આવી તક, આ 6 શેર આપી શકે છે 36 ટકા રિટર્ન? જાણો કઈ કંપનીઓ ભરશે ખિસ્સું
15 સપ્ટેમ્બરે રાયપુરમાં સૌથી સસ્તું થયું સોનું
ADVERTISEMENT
આજે 15 સપ્ટેમ્બરના રોજ રાયપુરમાં સૌથી સસ્તું સોનું ઉપલબ્ધ છે. ભોપાલ અને ઇન્દોરમાં સોનાનો ભાવ સૌથી વધુ છે. આ સાથે, જો આપણે ચાંદીની વાત કરીએ તો, પટનામાં ચાંદીનો ભાવ સૌથી ઓછો છે. આ ઉપરાંત, ભોપાલ અને ઇન્દોરમાં ચાંદીનો સૌથી વધુ ભાવ નોંધાયો છે.
સોનાના ભાવ 1.55 લાખ થઈ શકે
ADVERTISEMENT
અમેરિકન બહુ રાષ્ટ્રીય રોકાણ કંપની ગોલ્ડમેન સાશેએ એવી આગાહી કરી છે કે આગામી સમયમાં સોનાના ભાવ 1.55 લાખ જેટલા થઈ જશે. સોનાના ભાવ 1.55 લાખ થવા પાછળનું કારણ આપતાં ગોલ્ડમેન સાશેએ એવું કહ્યું કે જો યુએસ ફેડરલ રિઝર્વ તેના ફેડ રેટ ઘટાડે છે, તો સોનાના ભાવ આસમાને પહોંચી શકે છે. યુએસ ફેડરલ બેંક પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું દબાણ છે. સોનાના ભાવ પર આ મોટા દાવાથી માર્કેટમાં હાહાકાર મચ્યો છે, નિષ્ણાંતો આ વાતને સાચી માની રહ્યાં છે કારણ કે છેલ્લા થોડા સમયથી જે રીતે સોનાના ભાવ આસમાન આંબી રહ્યાં છે તે જોતા વાત સાચી લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.