ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'અનામતની લિમિટ 50 ટકાથી વધી તો...' સુપ્રીમ કોર્ટે કરી દીધું મોટું એલાન, બધા જોતા રહી ગયા

દિલ્હી / 'અનામતની લિમિટ 50 ટકાથી વધી તો...' સુપ્રીમ કોર્ટે કરી દીધું મોટું એલાન, બધા જોતા રહી ગયા

Published By: Vidhata Gothi

Last Updated: 01:04 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 50 ટકાથી વધુ અનામતને મંજૂરી આપવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું, 'અનામતની લિમિટ 50 ટકાથી વધી તો...'

ADVERTISEMENT

Supreme Court News: અનામત સંબંધિત કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ચૂંટણી અટકાવી દેવાની ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 50 ટકાથી વધુ અનામતને મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે કોર્ટે ચેતવણી ત્યારે આપી છે, જયારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી મંગળવારથી શરૂ થઈ રહી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલા બાગચીની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.

કોર્ટમાં શું કહેવામાં આવ્યું?

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે કેટલીક સ્થાનિક સંસ્થાઓમાં, OBC (અન્ય પછાત વર્ગો) માટે અનામત 50 ટકાની મર્યાદા કરતાં વધુ છે. આ સુપ્રીમ કોર્ટના 6 મેના આદેશનું ઉલ્લંઘન છે. સિંહે જણાવ્યું કે આદેશમાં ચૂંટણી પંચને જુલાઈ 2022ના બાંઠિયા કમિશન રિપોર્ટ પહેલાંના OBC માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વકીલ નરેન્દ્ર હુડ્ડાએ દાવો કર્યો કે 40 ટકાથી વધુ મતવિસ્તારોમાં 50 ટકા અનામત મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જ્યારે કેટલીક જગ્યાએ તે લગભગ 70 ટકા છે.

જસ્ટિસની બેંચે શું કહ્યું?

બેંચે કહ્યું કે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ 2022ની જે.કે. બાંઠિયા કમિશનના 2022ના અહેવાલ પહેલાની સ્થિતિ મુજબ જ યોજાઈ શકે છે, જેમાં અન્ય પછાત વર્ગ (OBC) કેટેગરીઓમાં 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હવે જ્યારે બાંઠિયા કમિશનની ભલામણોનો રાજ્ય સરકારે સંપૂર્ણ અમલ કર્યો નથી, તો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ જુલાઈ 2010 પહેલા લાગુ પડતા વિસ્તારોમાં OBC અનામત અનુસાર યોજાશે. મહારાષ્ટ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતી પર, બેન્ચે 19 નવેમ્બર માટે સુનાવણી નક્કી કરી, પરંતુ રાજ્ય સરકારને કહ્યું કે તે 50 ટકા મર્યાદાથી આગળ ન વધે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, "જો દલીલ એ છે કે નામાંકન શરૂ થઈ ગયું છે અને કોર્ટે તેનું કામ રોકી દેવું જોઈએ, તો અમે ચૂંટણીઓ પર રોક લગાવીશું. આ કોર્ટની શક્તિઓનું પરીક્ષણ કરશો નહીં."

vtv app promotion

બેન્ચે કહ્યું, "અમારો બંધારણીય બેન્ચ દ્વારા નક્કી કરાયેલ 50 ટકા અનામત મર્યાદાને ઓળંગવાનો ક્યારેય ઇરાદો નહોતો. બે ન્યાયાધીશોની બેન્ચ તરીકે બેસીને અમે આ કરી શકતા નથી. બાંઠિયા કમિશનનો રિપોર્ટ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે; અમે અગાઉની સ્થિતિ મુજબ ચૂંટણીઓ યોજવાની મંજૂરી આપી હતી." સુપ્રીમ કોર્ટે એવી અરજીઓ પર પણ નોટિસ જારી કરી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં, રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અનામત 70 ટકા સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો: આગમાં 45ના મોત, સાઉદી સરકાર ભારતીય નાગરિકોના મૃતદેહો નહીં સોંપે, ત્યાં જ અંતિમવિધિ, વળતર નહીં

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 નગર પંચાયતો માટે ચૂંટણીઓ 2 ડિસેમ્બરે યોજાશે, અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હતી, અને નામાંકન પત્રોની ચકાસણી 18 નવેમ્બરે થશે. 21 નવેમ્બર સુધી નામાંકન પાછું ખેંચી શકાશે, જ્યારે ચૂંટણી પ્રતીકો અને ઉમેદવારોની યાદી 26 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court of India OBC Reservation Reservation Limit in Election

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ