બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આગમાં 45ના મોત, સાઉદી સરકાર ભારતીય નાગરિકોના મૃતદેહો નહીં સોંપે, ત્યાં જ અંતિમવિધિ, વળતર નહીં
Last Updated: 12:12 PM, 18 November 2025
Umrah Bus Accident In Saudi Arabia: સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર રવિવારે મોડી રાતે થયેલા ભયાનક બસ અકસ્માતમાં 45 ભારતીય નાગરિકોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસને પાછળથી એક ઝડપી ઇંધણ ટેન્કરે ટક્કર મારી દીધી. આ ભયાનક અકસ્માતમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત 45 ભારતીય નાગરિકોના મોત થયા, જેમાંથી મોટાભાગના હૈદરાબાદના રહેવાસી હતા. આ દુ:ખદ ઘટના બાદ, તેલંગાણા કેબિનેટે એક મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે કે માર્યા ગયેલા લોકોના મૃતદેહને હવે ભારત લાવવામાં આવશે નહીં.
ADVERTISEMENT
તેલંગાણા સરકારે જાહેરાત કરી છે કે બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા 45 ભારતીય યાત્રાળુઓના મૃતદેહને તેમના ધાર્મિક રિવાજો અનુસાર સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવશે. આ નિર્ણય સાઉદી અરેબિયાના કાયદા અને હજ અને ઉમરાહ મંત્રાલયના નિયમો અનુસાર લેવામાં આવ્યો છે. નિયમો અનુસાર, યાત્રાળુઓ જે તેમની યાત્રા પર નીકળતા પહેલા ઘોષણાપત્ર પર સહી કરે છે જો તેઓ સાઉદીની ધરતી પર મૃત્યુ પામે છે તો તેમને ત્યાં દફનાવવામાં આવે છે. જો કે સરકારે પીડિતોના પરિવારો માટે એક ભાવુક પગલું ભર્યું છે. દરેક મૃતકના પરિવારમાંથી બે સભ્યોને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવશે. ભારત સરકાર, રિયાધમાં ભારતીય દૂતાવાસ દ્વારા, સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી તમામ ઔપચારિકતાઓ શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થાય.
ADVERTISEMENT
મૃતકોના પરિવારોને તાત્કાલિક વળતર મળવું પણ મુશ્કેલ છે. સાઉદી અરેબિયામાં, સરકાર માર્ગ અકસ્માતો માટે સીધું વળતર આપતી નથી. વળતર ત્યારે જ મળી શકે છે કે જ્યારે પોલીસ તપાસમાં એવું સાબિત થાઈ જાય કે દુર્ઘટના ટેન્કર ડ્રાઈવર અથવા તેની કંપનીની ભૂલથી થઈ હતી. ભૂલ સાબિત થયા પછી પણ પરિવારે કાનૂની દાવો દાખલ કરવો પડશે. આ સમગ્ર કાનૂની પ્રક્રિયા લાંબી હોઈ શકે છે અને તેને પૂર્ણ થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. હાલમાં, તેલંગાણા સરકારે મૃતકોના પરિવારોને સાંત્વના તરીકે 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અકસ્માત ભારતીય સમય પ્રમાણે, રવિવારે મોડી રાત્રે 1:30 મદીનાથી લગભગ 25 કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો. ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તાની બાજુમાં ઊભી હતી, ત્યારે એક ઝડપી ઇંધણ ટેન્કરે તેને પાછળથી ટક્કર મારી દીધી. તે સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા, જેના કારણે તેમને બચવાનો કોઈ મોકો મળ્યો નહીં. તેમાં 46 લોકો સવાર હતા. મૃતકોમાં 18 મહિલાઓ, 17 પુરુષો અને 10 બાળકો સામેલ છે. આ અકસ્માતમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા મોહમ્મદ અબ્દુલ શોએબ (24) નામના માત્ર એક ભારતીય મુસાફરનો જીવ બચી ગયો.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ પહેલાં આતંકી ઉમરનો વીડિયો, ફરાટેદાર અંગ્રેજીમાં સુસાઈડ બોમ્બિંગને યોગ્ય ગણાવ્યું
ADVERTISEMENT
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવાની અપીલ કરી. તેમણે આ બાબતે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર બંનેએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે રિયાધમાં ભારતીય કોન્સ્યુલેટ પીડિતોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે અને સાઉદી અધિકારીઓ સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રી જયશંકરે પણ કહ્યું કે દૂતાવાસ અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.