ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હી બ્લાસ્ટ પહેલાં આતંકી ઉમરનો વીડિયો, ફરાટેદાર અંગ્રેજીમાં સુસાઈડ બોમ્બિંગને યોગ્ય ગણાવ્યું

દિલ્હી બ્લાસ્ટ / દિલ્હી બ્લાસ્ટ પહેલાં આતંકી ઉમરનો વીડિયો, ફરાટેદાર અંગ્રેજીમાં સુસાઈડ બોમ્બિંગને યોગ્ય ગણાવ્યું

Published By: Vidhata Gothi

Last Updated: 10:25 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Car Blast Case: દિલ્હી કાર બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે એક વીડિયો બનાવ્યો હતો, જે હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સીધી રીતે આત્મઘાતી હુમલાની વકાલત કરતો દેખાઈ રહ્યો છે.

ADVERTISEMENT

Delhi Red Fort Car Blast Case: દિલ્હી કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને વધુ મહત્ત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. બ્લાસ્ટના મુખ્ય આરોપી અને જમ્મુ-કાશ્મીરના આતંકવાદી ડૉ. ઉમરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે, કારણ કે તેમાં ઉમર સ્પષ્ટ રીતે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની હિમાયત કરતો દેખાઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો ઉમરે બ્લાસ્ટ પહેલા પોતે રોકોર્ડ કર્યો હતો. તપાસ ટીમનું માનવું છે કે આ વીડિયો ઉમરની વિચારસરણી, યોજનાઓ અને કટ્ટરપંથી વિચારધારાને દર્શાવે કરે છે. આનાથી એવા સંકેત પણ મળ્યા છે કે તે લાંભા સમયથી આ પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યો હતો.

vtv app promotion

વીડિયોમાં, ઉમર કહી રહ્યો છે, "સૌથી મોટી ભૂલ એ છે કે લોકો એ સમજી જ નથી શકતા કે લિબ્રોસિસ બોમ્બમારો (અથવા તો આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ જેવો વિચાર) ખરેખર શું હોય છે. તે કોઈ પણ રીતે લોકશાહી નથી અને ન તો કોઈ સભ્ય સમાજમાં સ્વીકાર કરી શકાય છે. તેની સામે ઘણા વિરોધાભાસ અને અસંખ્ય દલીલો ઉપલબ્ધ છે."

આ પણ વાંચો: અલ ફલાહ ટ્રસ્ટ પર તપાસ એજન્સીઓનું મોટું એક્શન, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા

ઉમર વીડિયોમાં આગળ કહે છે, "આત્મઘાતી હુમલાઓ સાથેનો સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ માની લે છે કે તે કોઈ ચોક્કસ સમયે અને સ્થળ પર નિશ્ચિત રીતે મરવા જઈ રહ્યો છે તો એ એક ખતરનાક માનસિકતામાં પ્રવેશ કરી લે છે. તેઓ પોતાને એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં તેઓ માની લે છે કે મૃત્યુ જ તેની એકમાત્ર મંજિલ છે." તેણે આગળ કહ્યું, "પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ લોકશાહી અને માનવીય વ્યવસ્થામાં આવા વિચાર કે આવી સ્થિતિને સ્વીકાર કરી શકાતી નથી, કારણ કે આ જીવન, સમાજ અને કાયદાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Car Blast Case Explosion at Red Fort Red Fort Blast

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ