ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાજસ્થાન: જાલૌરમાં ભીષણ રોડ અકસ્માત, બસ પલટી જતાં 5 ના મોત 20 ઘાયલ

દુર્ઘટના / રાજસ્થાન: જાલૌરમાં ભીષણ રોડ અકસ્માત, બસ પલટી જતાં 5 ના મોત 20 ઘાયલ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:21 AM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bus Accident in Rajasthan: રાજસ્થાનના જાલૌર જિલ્લમાં એક મોટી રોડ દુર્ઘટના બની છે. નેશનલ હાઇવે 352 પર એક સ્લીપર બસ ખાડીમાં પડી જતાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

ADVERTISEMENT

Bus Accident in Rajasthan: રાજસ્થાનના જાલૌર જિલ્લામાં એક મોટી સડક દુર્ઘટના થવા પામી છે જેમાં નેશલ હાઇવે 35 પર એક સ્લીપર બસ અચાનક રોડ પરથી ઉતરીને નીચે ખાડીમાં પડી ગઈ હતી. આ બસમાં સવાર લોકોમાંથી 5 લોકોના મોત થયા છે તો 20 લોકો ઘાયલ થયા છે અને ઘાયલ થયેલા લોકો માંથી પણ 5 લોકોની હાલત ખૂબ નાજુક છે. બસના અકસ્માત બાદ રસ્તે જતાં લોકોએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને લોકો સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધાર્યું હતું જે આખી રાત ચાલ્યું હતું. અને આ ઓપરેશન પછી 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઊંઘના લીધે બની હોઈ શકે છે ઘટના

જણાવી દઈએ કે આ ઘટના ઉમ્મેદપુર ગાંપસે થઈ હતી આ જ્યાં આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો બચાવકાર્ય માટે આવી ગયા હતા. આ ગામના લોકોએ જ પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. તો પોલીસના કહેવા મુજબ હજુ સુધી આ ઘટનાનું કારણ સામે આવ્યું નથી પંરતુ પ્રાથમિક તપાસ દરમિયાન ઊંઘનું ઝોકું આવીને જવાને લીધે ડ્રાઈવરનો બસથી કંટ્રોલ છૂટી ગયો હતો અને બસ પલટીને રસ્તા પરથી ઉતરીને ખાઈમાં પડી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઘાયલોને પણ હોસ્પિટલ ખસેડાયા છે.

rajasthan-bus

આ પણ વાંચો: પર્વતીય રાજ્યોમાં તાપમાનમાં ભારે ઘટાડો, ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં ઢંકાયું

vtv app promotion

સવારે પણ પલટી હતી એક બસ

જણાવી દઈએ કે આ પહેલા જાલોરમાં રવિવારે સવારે અગવરી ગામમાં એક પ્રાઇવેટ બસ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને ઘણા યાત્રીઓ ઘાયલ થયા હતા. ગામ લોકોની મદદથી ઘાયલોને બચવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાનો શિકાર બનેલી બસ સાંચોરથી આવી હતી અને તેમ પણ હજુ સુધી ઘટનાનું કારણ સામે આવ્યું નથી પણ ઘાયલોએ આ ઘટના માટે ડ્રાઈવરને દોષી ગણાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

જાલોર બસ ઘટના Rajasthan breaking news Rajasthan bus incident

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ