બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / યુવાનો માટે ખાસ તક! પોલીસ ભરતી જાહેર થઈ, 7500 જગ્યાઓ ભરાશે, આજથી અરજી શરુ થઈ

ગુડ ન્યુઝ / યુવાનો માટે ખાસ તક! પોલીસ ભરતી જાહેર થઈ, 7500 જગ્યાઓ ભરાશે, આજથી અરજી શરુ થઈ

Hiralal Parmar

Last Updated: 12:30 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે યુવાનો પોલીસમાં ભરતી થવા માગે છે તેમને માટે સારી તક આવી છે કારણ કે મોટી ભરતી પડી છે જેના માટે ભણતર ઓછું હોય તો ચાલી જશે.

સરકારી નોકરી કરવા માગતા યુવાનો માટે સારી તક આવી છે. હકીકતમાં મધ્યપ્રદેશમાં એક મોટી પોલીસ ભરતી બહાર પડી છે જેમાં 7500 જગ્યાઓ ભરાશે પરંતુ સૌથી મોટી અને સારી વાત એ છે કે આ ભરતીમાં બીજા રાજ્યો (ગુજરાત સહિત)ના યુવાનો પણ અરજી કરી શકે છે, અર્થાત મધ્યપ્રદેશની બહારના લોકો પણ પોલીસ ભરતીમાં ભાગ લઈ શકે છે અને નસીબ સાથ આપશે તો પોલીસમેન બની શકશે.

વેબસાઈટ પર સીધા ફોર્મ ભરવા પડશે

મધ્યપ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડ (MPESB) એ પોલીસ કોન્સ્ટેબલની 7500 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો esb.mp.gov.in પર જઈને સીધા ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં પાત્ર ઉમેદવારોએ લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને દસ્તાવેજ ચકાસણી જેવા તબક્કાઓમાંથી પસાર થવું પડશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  1. ઉમેદવાર માટે ભારતનો નાગરિક હોવો ફરજિયાત છે.
  2. સામાન્ય ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત 10મું કે 12મું પાસ છે.
  3. અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણી માટે લઘુત્તમ લાયકાત 8મું પાસ નક્કી કરવામાં આવી છે. અરજદારની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  4. અનામત શ્રેણીને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે

અરજી કેવી રીતે કરવી?

  1. સત્તાવાર વેબસાઇટ esb.mp.gov.in ની મુલાકાત લેવી
  2. પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-૨૦૨૫' લિંક પર ક્લિક કરો
  3. નવી નોંધણી કરાવો અને પ્રોફાઇલ વિગતો ભરો
  4. લોગિન કરો અને બાકીની માહિતી દાખલ કરો
  5. શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો
  6. સબમિશન પછી, ફોર્મની પ્રિન્ટ આઉટ સુરક્ષિત રાખો

વધુ વાંચો : રાહતભરી ખબર! આજે સસ્તું થઈ ગયું સોનું, ખરીદતાં પહેલાં ચેક કરી લો તમારા શહેરમાં કેટલો છે ભાવ

અરજી ફી કેટલી?

સામાન્ય અને અન્ય રાજ્યના ઉમેદવારોએ ₹560, OBC/SC/ST ઉમેદવારોએ ₹310 ચૂકવવા પડશે. આ ઉપરાંત, બધા ઉમેદવારોએ ₹60 પોર્ટલ ફી વધારાની ચૂકવવી પડશે. ફી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવામાં આવશે. આ પ્રસંગ કેમ ખાસ છે? મધ્યપ્રદેશ પોલીસ ભરતી એ માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનો માટે એક મોટી તક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

police bharti 2025 MP police bharti 2025 MP police bharti
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ