ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 4 કોર્ટ-2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશના મેઈલથી મચ્યો હડકંપ, વકીલો-જજને બહાર કઢાયાં

દિલ્હી / 4 કોર્ટ-2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશના મેઈલથી મચ્યો હડકંપ, વકીલો-જજને બહાર કઢાયાં

Published By: Vidhata Gothi

Last Updated: 01:45 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Bomb Threat: દિલ્લીની 4 કોર્ટને અને બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બની ધમકી પછી કોર્ટ પરિસર ખાલી કરાવાયું. બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડની મદદથી તપાસ શરૂ કરાઈ.

ADVERTISEMENT

Delhi Police High Alert: લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના કાર બોમ્બ વિસ્ફોટની તપાસ એજન્સીઓ હજુ પણ કરી રહી છે. દરમિયાન, દિલ્હીની બે શાળાઓ અને ત્રણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી આવેલા એક ઈમેલ બોમ્બની ધમકી આપવામાં આવી છે. બોમ્બની ધમકી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. રાષ્ટ્રીય તપાસ એજન્સી આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશને કોર્ટમાં રજૂ કરે તે પહેલાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી. કોર્ટ પરિસર કે શાળામાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. આ જ કારણ છે કે પ્રારંભિક તપાસમાં ઈમેલ દ્વારા આપવામાં આવેલી ધમકી નકલી નીકળી છે.

દિલ્હીની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના આ મામલા એવા સમયે સામે આવ્યા કે જ્યારે લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપીને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવાનો હતો. NIAની ટીમ આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈને આવવાની હતી. તેને જ દજયાંમાં રાખીને કોર્ટ પરિસરની બહાર રેપિડ એક્શન ફોર્સના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટને બોમ્બ ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

દિલ્હીની શાળાઓને બોમ્બ ધમકી મળી

રાષ્ટ્રીય રાજધાનીમાં CRPF સંચાલિત બે શાળાઓને મંગળવારે સવારે ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળી હતી, જે પાછળથી નકલી હોવાનું બહાર આવ્યું. દિલ્હી ફાયર બ્રિગેડ સર્વિસે જણાવ્યું કે આ શાળાઓ પ્રશાંત વિહાર અને દ્વારકામાં આવેલી છે. બોમ્બની ધમકીની જાણ કરતો કોલ સવારે 9 વાગ્યાની આસપાસ આવ્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે બંને શાળાઓની સંપૂર્ણ તપાસ કરી અને કંઈ શંકાસ્પદ મળ્યું નથી. તેને નકલી જાહેર કરવામાં આવી છે.

vtv app promotion

મંગળવારે સવારે દિલ્હીની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ સમાચાર મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થાઈ ગઈ છે. મંગળવારે દિલ્હીની તીસ હજારી, સાકેત, દ્વારકા, પટિયાલા હાઉસ અને રોહિણી કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, આ પછી કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ પણ વાંચો: 'અનામતની લિમિટ 50 ટકાથી વધી તો...' સુપ્રીમ કોર્ટે કરી દીધું મોટું એલાન, બધા જોતા રહી ગયા

તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળ્યું નથી

બોમ્બ ધમકી બાદ, દિલ્હીની તમામ જિલ્લા કોર્ટના સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તીસ હજારી અને સાકેત કોર્ટને નિશાન બનાવવાની ધમકી મળી હતી. આ પછી દ્વારકા, સાકેત, પટિયાલા હાઉસ અને રોહિણી કોર્ટ સંકુલમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. તપાસમાં હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Red Fort Blast Delhi Bomb Threat Delhi Police High Alert

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ