બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે મળ્યું 2000ની ચલણી નોટોનું બંડલ, પછી બન્યું ગજબનું

Viral / દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે મળ્યું 2000ની ચલણી નોટોનું બંડલ, પછી બન્યું ગજબનું

Nidhi Panchal

Last Updated: 09:35 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ એક ઘરથી એવું સમાચાર આવ્યા કે સાંભળીને દરેકને આશ્ચર્ય થશે! જૂની સફાઈમાં અચાનક ખજાનો મળ્યો.

દિવાળી આવી રહી છે અને લોકો ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત છે. ઘરના ખૂણાં ખૂણાંમાં ધૂળ જમા થઈ હોય તે બધું સાફ કરવા માટે લોકો ખાસ મહેનત કરે છે. પંખા, જૂના ડબ્બા, કપડાં અને ઘરના અન્ય સાદા-સામાનની સફાઈ આ તહેવારની ખાસ પરંપરા બની ગઈ છે. પરંતુ આ વર્ષે એક પરિવાર માટે દિવાળીની સફાઈ ઘણી ખાસ બની ગઈ, કારણ કે તેમના ઘરમાં છુપાયેલો ખજાનો બહાર આવ્યો.

Diwali-family-3

સોશિયલ મીડિયામાં યુઝરના જણાવ્યા મુજબ, તેની માતા જૂના DTH સેટ-ટોપ બોક્સની સફાઈ કરતા, અચાનક અંદરથી એક બંડલ બહાર આવ્યું. આ બંડલ જૂની 2000 રૂપિયાની નોટોથી ભરેલું હતું, જેનો કુલ મૂલ્ય 2 લાખ રૂપિયા હતો. યુઝરે પોસ્ટમાં જણાવ્યું કે, “2025ની બિગેસ્ટ દિવાળી સફાઈ! મારી માને જૂના DTH બોક્સમાં 2 લાખ રૂપિયાની જૂની નોટો મળી છે. કદાચ નોટબંધી સમયે અમારી માતા-પિતા એ અહીં છુપાવીને મૂકી હતી. અમે હજુ સુધી પરિવારને આ બાબત કહી નથી. હવે વિચારી રહ્યા છીએ આગળ શું કરવું?”

Diwali-safai

ગુલાબી નોટ સાથેનો ફોટો

આ પોસ્ટ સાથે ગુલાબી નોટોની એક તસવીર પણ શેર કરવામાં આવી, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ છે. પોસ્ટને અત્યાર સુધીમાં 4.8 હજારથી વધુ અપવોટ્સ અને 400થી વધારે રિએક્શન્સ મળી ચુક્યા છે.

vtv app promotion

યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું, “હે ભગવાન, એવું વરદાન આપો કે 2 લાખ રૂપિયા ભૂલી જાવ.” બીજાએ હસતાં કહ્યું, “ભાઈ, આવા DTH બોક્સ ક્યાં મળે છે, લિંક મોકલી દો.” ત્રીજાએ લખ્યું, “આટલા રૂપિયા ક્યાં ભુલાય, અમારે તો 200ની પણ ગણતરી કરવી પડે છે!”

આ પણ વાંચો : હાઈવે પર આ વસ્તુ દેખાય તો ફોટો પાડીને મોકલજો, મળશે 1,000નું ઈનામ, મોદી સરકારનું એલાન

આ ખજાનો માત્ર પૈસાની વાત નહીં, પણ યાદ અપાવે છે કે ઘરના જૂના ખૂણાંમાં કેટલી રોમાંચક વસ્તુઓ છુપાઈ હોઈ શકે છે. દિવાળીની સફાઈ એક સામાન્ય પરંપરા છે, પરંતુ આ વખતની સફાઈ એ પરિવારમાં ખુશીઓ અને આશ્ચર્ય બંને લાવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali cleaning treasure
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ