બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હાઈવે પર આ વસ્તુ દેખાય તો ફોટો પાડીને મોકલજો, મળશે 1,000નું ઈનામ, મોદી સરકારનું એલાન

સ્વચ્છતા અભિયાન / હાઈવે પર આ વસ્તુ દેખાય તો ફોટો પાડીને મોકલજો, મળશે 1,000નું ઈનામ, મોદી સરકારનું એલાન

Vidhata Gothi

Last Updated: 09:10 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NHAI Swachhta Abhiyan: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વચ્છ ભારત તરફ એક નવું અને રસપ્રદ પગલું ભર્યું છે. આ અભિયાન અંતર્ગત જો કોઈ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલય વિશે જણાવે છે, તો તેને 1000 રૂપિયાનું ઇનામ મળશે. જાણો બધી વિગતો.

જાહેર ક્ષેત્રના NHAI એ સ્વચ્છ ભારત તરફ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત હાઇવે પરના ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલયોની જાણ કરનારાઓને તેમના FASTag એકાઉન્ટમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. એટલે કે જોકોઈ પ્રવાસી ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલય જુએ છે, તો તેઓ તેનો ફોટો મોકલી શકે છે અને 1,000 રૂપિયાનું ઇનામ મેળવી શકે છે. આ ઇનામ સીધા તેમના FASTag એકાઉન્ટમાં રિચાર્જ તરીકે જમા કરવામાં આવશે. આ અભિયાન દેશભરના તમામ નેશનલ હાઇવે પર 31 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ હાઇવે પરથી પસાર થતા લોકો 'રાજમાર્ગયાત્રા' એપ્લિકેશનના નવા વર્ઝન દ્વારા જીઓ-ટેગ કરેલા ફોટો અપલોડ કરી શકે છે અને યુઝરનું નામ, સ્થાન, વાહન રજિસ્ટ્રેશન નંબર અને મોબાઇલ નંબર જેવી માહિતી આપી શકે છે. આવા મામલાની સૂચના આપનારા દરેક વાહન રજિસ્ટ્રેશન નંબર (VRN)ને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. આ ઇનામ યુઝર દ્વારા લિંક કરાયેલ વાહન રજિસ્ટ્રેશન નંબરમાં જમા કરવામાં આવશે. આ ઇનામ ન તો ટ્રાન્સફર કરી શકાશે અને ન તો તેને રોકડમાં રિડીમ કરી શકાશે.

vtv app promotion

NHAI Swachhta Abhiyan: ગંદા શૌચાલય દીઠ માત્ર એક જ પુરસ્કાર

સરકારી નિવેદન પ્રમાણે, આ અભિયાન ફક્ત NHAI અધિકારક્ષેત્રમાં બાંધવામાં આવેલા અને સંચાલિત શૌચાલયોને જ લાગુ પડશે. રિટેલ પેટ્રોલ પંપ, ઢાબાઓ અથવા NHAIના નિયંત્રણની બહારની અન્ય જાહેર સુવિધાઓ પર સ્થિત અન્ય શૌચાલયોને આ અભિયાનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે એક વાહન નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે, અને જો એક જ દિવસમાં એક જ શૌચાલય માટે અનેક રિપોર્ટ મળે છે, તો ઇનામ માટે ફક્ત પ્રથમ માન્ય રિપોર્ટ જ ધ્યાનમાં લેવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે એપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, જીઓ-ટેગ કરેલા અને ટાઇમ-સ્ટેમ્પવાળા ફોટો જ ધ્યાનમાં લેવામાં આવશે. કોઈપણ ચેડા કરેલા, ડુપ્લિકેટ અથવા અગાઉ રિપોર્ટ કરેલા ફોટોને નકારવામાં આવશે.

આ પણ વાંચો: આવી રહ્યું છે વધુ એક મોટું વાવાઝોડું, આટલી જગ્યાએ મચાવશે કેર, IMDનું મોટું એલર્ટ

Clean Bharat: સ્વચ્છ ભારત NHAIની તરફ પહેલ

આ અભિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને જાહેર જવાબદારી અને જાગૃતિ વધારવાનો પ્રયાસ છે. NHAIનું કહેવું છે કે લોકોની ભાગીદારી જ રસ્તાની બાજુની સુવિધાઓમાં સુધારો થઈ શકે છે. ગંદકીની ફરિયાદ કરનારાઓને ઇનામ આપીને સરકાર સાફ-સફાઈને એક જન આંદોલન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ અભિયાન સ્વચ્છ ભારતની ભાવનાને ફરીથી પ્રોત્સાહિત કરનારું સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NHAI Swachhta Abhiyan Clean Bharat Mission Dirty Toilets on National Highway
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ