બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-મનીષ સિસોદિયા આરોપ મુક્ત, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

ફેંસલો / લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-મનીષ સિસોદિયા આરોપ મુક્ત, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

Priykant Shrimali

Last Updated: 12:54 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Liquor Policy Case : દારૂ નીતિ કેસમાં કેજરીવાલ અને સિસોદિયાને રાહત, કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Delhi Liquor Policy Case : દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીની ચર્ચિત દારૂ નીતિ કેસમાં કેજરીવાલ સહીતનાને મોટી કાનૂની રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલl અને પૂર્વ ઉપમુખમંત્રી મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત જાહેર કર્યા છે. કોર્ટના મત મુજબ રજૂ કરાયેલા પુરાવા આરોપ સાબિત કરવા પૂરતા નહોતા.

કોર્ટનું અવલોકન

ચુકાદામાં કોર્ટએ જણાવ્યું કે, માત્ર આક્ષેપો પૂરતા નથી; આરોપોને મજબૂત અને વિશ્વસનીય પુરાવાથી સાબિત કરવું જરૂરી છે. તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓમાં ખામીઓ હોવાનું કોર્ટએ નોંધ્યું. સૌપ્રથમ એક્સાઇઝ વિભાગના ભૂતપૂર્વ કમિશનરને રાહત આપવામાં આવી ત્યારબાદ મનીષ સિસોદિયા અને અંતે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

તપાસ એજન્સીની પ્રતિક્રિયા

આ કેસ 2022-23ની દિલ્હી એક્સાઇઝ નીતિ સાથે જોડાયેલો છે. Central Bureau of Investigation (CBI) અને Enforcement Directorate (ED) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ એજન્સી તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારશે. આદેશનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ હાઇકોર્ટમાં અપીલ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

કેજરીવાલની પ્રતિક્રિયા

ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું કે તેમના વિરુદ્ધનો કેસ રાજકીય પ્રેરિત હતો અને તેમની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યા કે, આમ આદમી પાર્ટીને નબળી પાડવા પ્રયાસ કરવામાં આવ્યો. કેજરીવાલે કહ્યું કે, લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હોવા છતાં તેઓ સત્યની લડત લડતા રહ્યા.

આ પણ વાંચો : સીરિયલ નં. 142, કોર્ટ નં. 72, શું સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ કરાશે? કોર્ટ કરશે નિર્ણય

કોર્ટએ ખાસ નોંધ્યું કે, જ્યારે કોઈ બંધારણીય પદાધિકારી સામે ગંભીર આરોપો થાય, ત્યારે પુરાવાની કસોટી વધુ મજબૂત હોવી જોઈએ. માત્ર દાવાઓના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. જોકે, આગળની કાનૂની પ્રક્રિયા પર બધાની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manish Sisodia Delhi excise policy case Arvind Kejriwal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ