બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સીરિયલ નં. 142, કોર્ટ નં. 72, શું સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ કરાશે? કોર્ટ કરશે નિર્ણય
Last Updated: 11:38 AM, 27 February 2026
અલ્લાહાબાદ હાઇકોર્ટમાં આજે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે જોડાયેલા પોકસો કેસમાં સુનાવણી થશે. આગોતરા જામીન માટે કરવામાં આવેલી આ અરજી પર કાર્યવાહી આ મામલે સંપૂર્ણ નિર્ણાયક માનવામાં આવે છે. કારણ કે આજે એ સ્પષ્ટ થશે કે આરોપી પક્ષને રાહત મળે છે કે કે પછી તેમની ધરપકડ થાય છે.
ADVERTISEMENT
શંકરાચાર્યનું પદ સંભાળતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીરોના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને જેમાં તેમણે આરોપ મૂક્યો કે કેટલાક સગીર વિદ્યાર્થીઓ સાથે દીક્ષા અને ધાર્મિક કાર્યક્રમોના બહાને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે પોલીસને FIR નોંધવા અને તપાસ શરૂ કરવા આદેશ આપ્યો. કોર્ટના નિર્દેશ મુજબ પ્રયાગરાજના ઝુંસી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. જેમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના શિષ્ય મુકુન્દાનંદ બ્રહ્મચારી અને અન્ય અજાણ્યા લોકોના નામ સામેલ છે.
ADVERTISEMENT
ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ મીડિયાને જણાવ્યું કે આ અલગ-અલગ ઘટનાઓ નહીં પરંતુ લાંબા સમયથી ચાલતી એક સંગઠિત પ્રણાલીનો ભાગ છે. તેમના મુજબ લગભગ 20 જેટલા પીડિતો આગળ આવવા તૈયાર છે. કેટલાક સ્વ-ઘોષિત પીડિતોએ દાવો કર્યો છે કે તેમને રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા અને દીક્ષા કાર્યક્રમો દરમિયાન દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. પીડિતોના કહેવા મુજબ વિરોધ કરવાથી ધમકીઓ અપાતી હતી. જેના કારણે તેઓ લાંબા સમય સુધી મૌન રહ્યા. તેઓએ નિષ્પક્ષ તપાસ અને સુરક્ષા આપવા માંગ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આરોપો સામે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સમર્થકોએ તેને સંપૂર્ણપણે કાવતરું ગણાવ્યું છે. તેઓનો દાવો છે કે પ્રશ્નમાં રહેલા બાળકો તેમના વિદ્યાર્થી નહોતા અને આ સમગ્ર મામલો ધાર્મિક અથવા રાજકીય કારણોસર તેમને બદનામ કરવા રચાયો છે. તેમના શિષ્ય મુકુન્દાનંદ બ્રહ્મચારીએ પણ આરોપોને ખોટા અને દ્વેષપ્રેરિત ગણાવ્યા છે. આ કેસમાં સ્વામીના વકીલે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. જેની સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બીજી તરફ એક તરફ સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો બીજી તરફ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. જેના કારણે મામલો ધાર્મિક અને સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.