બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:55 AM, 27 February 2026
Weather Forecast : ગુજરાત સહીત દેશના ઘણા વિસ્તારોમાં હવે ગરમી ધીમે ધીમે વધતી જઈ રહી છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. IMD દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. આ તરફ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આવનારા દિવસોમાં ગરમી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં પડશે વરસાદ?
IMDના અનુમાન મુજબ બે પશ્ચિમી વિક્ષેપોના કારણે 27-28 ફેબ્રુઆરી અને 2 થી 4 માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. ઉપરાંત ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

દિલ્હીમાં તાપમાન વધશે
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં માર્ચની શરૂઆત સુધી આકાશ મોટાભાગે સ્વચ્છ રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન તાપમાન 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સવારે હળવું ધુમ્મસ રહેવાની શક્યતા છે, પરંતુ દિવસ દરમિયાન તડકો વધુ રહેશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં શુષ્ક હવામાન
ઉત્તર પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા નથી. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં હવામાન સુકું અને સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તેજ તડકાને કારણે ગરમી વધુ અનુભવાશે. તાપમાન સામાન્ય કરતાં 2-3 ડિગ્રી વધુ રહી શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન આશરે 31 ડિગ્રી અને લઘુત્તમ 16 ડિગ્રી આસપાસ રહી શકે છે. હમીરપુર જિલ્લામાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જ્યારે અયોધ્યા સૌથી ઠંડો જિલ્લો રહ્યો. બિહારમાં માર્ચની શરૂઆત સાથે તાપમાનમાં લગભગ 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. હાલ તો હવામાન સ્થિર છે અને વરસાદ અંગે કોઈ ખાસ ચેતવણી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.