બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, રાત્રિભર વિરોધ, UGC નિયમો અમલની માંગ

વિરોધ / જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, રાત્રિભર વિરોધ, UGC નિયમો અમલની માંગ

Priyankka Triveddi

Last Updated: 08:51 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિવિધ માંગણીઓને લઈ ઉગ્ર પ્રદર્શન કર્યું. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયન દ્વારા રાત્રિભર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં UGCના નિયમો અમલમાં મૂકવાની માંગ સાથે વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી. વિદ્યાર્થીઓએ કેમ્પસ અંદર રેલી અને નારા લગાવતાં પ્રશાસન સામે અસંતોષ વ્યક્ત કર્યો.

Delhi JNU Protest: દિલ્લીમાં ગુરુવારે આયોજિત વિદ્યાર્થી સંઘના માર્ચ દરમિયાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે દાવો કર્યો કે કેટલાક વિરોધકારીઓએ લાકડીઓ અને જૂતાં ફેંકીને હુમલો કર્યો. જેના કારણે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા. બીજી તરફ વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો કે તેમના પર અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો. ઘટનાના પગલે અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી અને કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતાં કેમ્પસ અંદર વિદ્યાર્થીઓને રોકવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું અને દિલ્હી પોલીસનું ભારે બંદોબસ્ત તૈનાત કરાયું. પોલીસે કાર્યવાહી દરમિયાન 20થી વધુ વિદ્યાર્થીઓને અટકાયત કરી હતી. તણાવ વધતા વધારાનું પોલીસબળ મુકવામાં આવ્યું અને કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી.

Delhi-JNU

આ દરમિયાન JNU વિદ્યાર્થી સંઘ UGCના નિયમો અમલમાં મૂકવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખી રહ્યું છે. પોલીસે વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશતા રોકવા બેરિકેડિંગ કરી ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. બીજી તરફ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન (JNUTA)એ પોલીસ કાર્યવાહી નીંદનીય ગણાવી છે. એસોસિએશને દાવો કર્યો કે અનેક મહિલા અને પુરૂષ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી આક્ષેપ કર્યો કે કેટલાકને અજાણ્યા સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

દિલ્હી પોલિસે ફાઇલ કરી ફરિયાદ

JNU મામલે દિલ્હીમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. વસંત કુંજ નોર્થમાં પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓ સામે FIR નંબર 76/26 દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારી કર્મચારીને ડ્યૂટી કરવાથી રોકવા, પોલીસ કર્મીઓ પર હુમલો કરવા અને તેમને તકલીફ પહોંચાડવા અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ગેર કાનૂની રીતે ભેગા થવાનું સામેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ થતાં જ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

કેમ્પસની બહાર માર્ચ લઈ જવાનો પ્રયાસ અને ઘર્ષણ

દિલ્લીની JNUમાં પ્રદર્શનકારીઓએ કેમ્પસની બહાર કૂચ કાઢવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે વિદ્યાર્થીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. અહેવાલો મુજબ JNUSUની પ્રમુખ અદિતિ મિશ્રા, ભૂતપૂર્વ પ્રમુખ નીતિશ કુમાર સહિત અનેક વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી. વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રાલય સુધી “લાંબી કૂચ” કાઢવા માંગતા હતા, જે વાઇસ ચાન્સેલરની તાજેતરની ટિપ્પણીઓ, UGC ધોરણોના અમલીકરણ, JNUSU અધિકારીઓના સસ્પેન્શન અને પ્રસ્તાવિત રોહિત એક્ટ સામેના વિરોધનો ભાગ હતો.

પ્રદર્શન મર્યાદિત રાખવા સૂચના

પોલીસના જણાવ્યા અનુસાર JNU વહીવટીતંત્રે અગાઉથી જ સ્પષ્ટ કર્યું હતું કે કેમ્પસની બહાર કોઈપણ પ્રકારના પ્રદર્શનને મંજૂરી આપવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને તેમના કાર્યક્રમો કેમ્પસની અંદર જ મર્યાદિત રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આશરે 400થી 500 વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકત્રિત થયા અને બપોરે લગભગ 3:20 વાગ્યે મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે પોલીસે તેમના પર વધુ પડતો બળપ્રયોગ કર્યો. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને કેટલાકને અજાણ્યા સ્થળોએ લઈ જવામાં આવ્યા.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડે પહેલી વખત આપ્યું નિવેદન

vtv app promotion

બેરિકેડ્સને નુકસાન અને અટકાયત

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિ બગડતાં કેમ્પસની બહાર લગાવવામાં આવેલા બેરિકેડ્સને નુકસાન પહોંચાડાયું. કેટલાક પ્રદર્શનકારીઓએ બેનરો, લાકડીઓ અને જૂતા ફેંક્યા તેમજ પોલીસ પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. અથડામણ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. પોલીસે ઉત્તર ગેટ પાસે પ્રદર્શનકારીઓને રોકી ધીમે ધીમે તેમને પાછા કેમ્પસ તરફ ધકેલ્યા અને કેટલાકની અટકાયત કરી. પોલીસએ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવેલા દુર્વ્યવહારના આરોપોને પાયાવિહોણા ગણાવતાં જણાવ્યું કે તમામ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ બજાવી રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JNUSU March Delhi Police Clash JNU Protest
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ