ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / narendra modi will be prime minister in 2024 loksabha elections says ramdas athawale

નિવેદન / 2024ની ચૂંટણીને લઈને આ નેતાની સૌથી મોટી ભવિષ્યવાણી, કહ્યું- મોદી પાક્કા....

Published By: Dharmishtha

Last Updated: 11:44 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામદાસ આઠવલેએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે.

ADVERTISEMENT

  • મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે-  રામદાસ આઠવલે
  • આઠવલેએ ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યો
  •  એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે

મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે-  રામદાસ આઠવલે

પોતાના ખાસ અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ 2014ની લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની જીતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ એનડીએને 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત મળશે. મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે.

આઠવલેએ ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યો

આઠવલેએ પોતાની કવિતાના માધ્યમથી એક વાર ફરીથી વિપક્ષને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રશાંત કિશોરના ન બનો આદી, નરેન્દ્ર મોદી ઈઝ પક્કે આંબેડકરવાદી, 2024માં ફરી પીએમ બનશે મોદી.

 શરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળે

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યુ કે હાલની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુપ્રીમો શરદ પવારની મીટિંગ પર નિશાન સાધ્યુ.  તેમણે કહ્યું કે શરદ પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાતથી વિપક્ષનો કોઈ મોટો ફોર્મૂલા નહીં નીકળે. જેનું કારણ છે કે તમામ વિપક્ષી નેતા એક સાથે ન આવી શકે. આઠવલેએ તેમને કહ્યુ કે 2019માં પ્રશાંત કિશોરના કોઈ સમર્થન વગર ભાજપે 303 સીટો જીતી. વિપક્ષી દળ સદન(સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે . 2024ની સામાન્ય ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને જીત મળશે.

કોરોનાના નારાને લઈને તેઓ સમાચારમાં છવાયેલા રહ્યા

ઉલ્લેખનીય છે કે રામદાસ આઠવલેએ 20 ફેબ્રુઆરીએ ગો કોરોના ગોનો નારો આપ્યો હતો. કોરોના વાયરસના મામલા ઓછા થવા પર તેમણે નારો આપ્યો હતો કે નો કોરોના કોરોના નો. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ના નેતા આઠવલેએ કહ્યું હતું કે લોકોએ કોરોના વાયરસથી ડરવાનું નથી એની જગ્યાએ તેને મારવાનો છે. સાથે લોકોને કહ્યું હતુ કે તમે બિલકુલ ન રોતા, થોડાક દિવસો બાદ કોરોના જતો રહેશે. કોરોનાથી મત ડરો, કોરોના કો અભી મારોના, તે બાદ તેમને નારો આપ્યો કોરોના ગો ગો ગો. ગો કોરોના ગો, ગો કોરોના ગો, નો કોરોના, નો કોરોના.

સંકળાયેલા મુદ્દાઓ

Loksabha Elections Narendra Modi Ramdas Athawale નરેન્દ્ર મોદી રામદાસ આઠવલે લોકસભા ઈલેક્શન ramdas athawale

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ