ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / 'હિન્દી થોપવાની કોશિશ કરશો તો લાત મારીને...', UP-બિહારના લોકોને રાજ ઠાકરેએ આ શું કહી દીધું?

ચેતવણી / 'હિન્દી થોપવાની કોશિશ કરશો તો લાત મારીને...', UP-બિહારના લોકોને રાજ ઠાકરેએ આ શું કહી દીધું?

Published By: Priyankka Triveddi

Last Updated: 01:00 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Politics: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ BMC ચુંટણીમાં યુપી અને બિહારના લોકોની વિરુદ્ધમાં નફરતભર્યું ભાષણ આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે સાથે યોજેલી રેલીમાં હિન્દીનો વિરોધ કરતાં તેમણે યુપી અને બિહારના લોકોને લાત મારવાની વાત કરી. અને તેમના આ નિવેદનને સભામાં તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યું.

ADVERTISEMENT

Raj Thackeray Statement Mumbai News: BMC ચુંટણીના વોટિંગને આડે હવે માત્ર 3 જ દિવસ ની વાર છે એ પહેલા રાજ ઠાકરેએ તેમના મિજાજ મુજબ હિન્દી અને હિન્દી ભાષી ઉત્તર ભારતીયોને લાત મારવાની વાત ભાષણમાં કરી દીધી છે. શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે સાયુંકટ રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MSN) ના પ્રમુખ રાજ ઠાકરેએ યુપી-બિહારના લોકો પર હિન્દી થોપવાનો આરોપ લગાવવાની ચેતવણી આપી છે. રાજ ઠાકરેએ કહ્યું કે યુપી અને બિહારના લોકોએ સમજવું જોઈએ કે હિન્દી આપણી ભાષા નથી. મને ભાષા સામે કોઈ નફરત નથી. પરંતુ જો તેને થોપવાનો કોઈ પ્રયત્ન કરશે તો હું તેમને લાત મારીશ. અને તેમની આ વાતને ભીડે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

ઠાકરે બંધુઓએ રમ્યો મરાઠી અસ્મિતા વાળો દાવ

15 જાન્યુઆરીના રોજ બૃહન્મુંબઈ નગર નિગમ (BMC) ની ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ મરાઠી અસ્મિતાનો દાવ રમતા હિન્દી વિરોધી રાજનીતિને હવા આપી છે. બંને નેતાઓએ BJP પર મુંબઈમાં હિન્દીના એજન્ડાને આગળ વધારવાનો આરોપ લગાવ્યો છે. રાજ ઠાકરેએ BMC ચુંટણીને મરાઠી અસ્મિતા સાથે જોડી દઈને હિન્દી ભાષીઓ પર હુમલો કરતાં મનસે પ્રમુખે કહ્યું કે તેઓ દરેક બાજુએથી મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને આપણો હિસ્સો છીનવી રહ્યા છે. જો જમીન અને ભાષા જતી રહેશે તો તમે ખતમ થઈ જશો. તેમણે મરાઠીઓને એકજુથ થઈને રહેવા માટે અપીલ કરો. રાજ ઠાકરેએ કહ્યું કે BMC Election મરાઠીઓ માટે છેલ્લી ચૂંટણી છે. જો આ તક આજે ગુમાવી દીધી તો તમે ખતમ થઈ જશો માટે મરાઠી અને મહારાષ્ટ્રએ એક થઈને ચાલવું પડશે.

BJP પર મુંબઇને લૂટવાના આક્ષેપ

રાજ ઠાકરેએ ત્રિભાષા ફોર્મ્યુલા અને ધોરણ 1-5 સુધી હિન્દીને અનિવાર્ય કરવા માટેના પ્રસ્તાવને એક મોટા કાવતરાણો ભાગ જણાવ્યો છે. તેમણે કહ્યું કે તેમને કોઈપણ ભાષા સામે કોઈ ગુસ્સો નથી પણ તે ભાષાને થોપવામાં આવે છે તેની તેઓ વિરુદ્ધમાં છે. બંને પિતરાઇ ભાઈઓએ BJP પર મુંબઇને લૂટવાની અને મુંબઈને ગુજરાતના આર્થિક ક્ષેત્રમાં લાવવાના પ્રયાસ કરવાની કોશિશ કરવાના આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે જો BMC અમારી સાથે છે તો તેઓ આ જમીન અદાણીને વેચી શકશે નહીં.

અન્નામલાઈના નિવેદનને પણ ઠાકરેએ બનાવ્યો મુદ્દો

રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે મરાઠી માણસ. હિન્દુઓ અને મહારાષ્ટ્ર માટે તેમના મતભેદોને એક તરફ રાખી દીધા છે. તેમણે BJP પર નકલી હિન્દુત્વ અને દરેક ચુંટણી પહેલા વિભાજનકારી રાજનીતિ રમવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તમિલનાડુના બીજેપી નેતા કે. અન્નામલાઈની કમેન્ટને લઈને બીજેપીને આડે હાથ લીધી હતી. અન્નામલાઈએ કહ્યું હતું કે બોમ્બે મહારાષ્ટ્રનું શહેર નથી, તે એક ઇન્ટરનેશનલ શહેર છે.

આ પણ વાંચો: "ઠાકરે ભાઈઓને વોટ મતલબ પાકિસ્તાનમાં બેઠેલા તેમના..." નિતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

vtv app promotion

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ કમેન્ટે બીજેપીના અસલી ઈરાદાને ઉજાગર કર્યો છે અને એ પ્રશ્ન કર્યો કે શું પાર્ટી મુંબઈનું નામ બદલીને બોમ્બે કરવા માંગે છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે પાછલી શિવસેના-બીજેપી સરકાર દરમિયાન BMCમાં 3 લાખ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MNS Political Controversy Raj Thackeray Statement Maharashtra Politics

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ