ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / "ઠાકરે ભાઈઓને વોટ મતલબ પાકિસ્તાનમાં બેઠેલા તેમના..." નિતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્ર / "ઠાકરે ભાઈઓને વોટ મતલબ પાકિસ્તાનમાં બેઠેલા તેમના..." નિતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:01 PM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMC Election 2026: મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું કે હિન્દુ સમાજ સામે ખરાબ નજરે જોનારાઓને અમે સહન નહીં કરીએ.

ADVERTISEMENT

BMC Election 2026: મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું કે હિન્દુ સમાજ સામે ખરાબ નજરે જોનારાઓને અમે સહન નહીં કરીએ. આપણા હિન્દુઓને નુકસાન પહોંચાડવાનો કોઈપણ પ્રયાસ મોંઘો પડશે.

મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેએ ફરી એકવાર કહ્યું છે કે કોઇપણ અમારા હિન્દુઓ તરફ ખરાબ નજરે જોશે તો આ અમે સહન નહીં કરીએ. અહીંના હિન્દુ સમુદાયને કહીશ કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહી થાય. તેમણે એમ પણ કહ્યું કે અહીં ફક્ત "આઈ લવ મહાદેવ" બેનરો જ લાગશે. 16 જાન્યુઆરી પછી જે કંઈ ચુકતા કરવું પડે તે કરીશું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિકાસ ચોક્કસપણે થશે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે તેમણે કહ્યું કે ઠાકરે ભાઈઓ મરાઠી વોટ કાપવા માટે એકસાથે આવ્યા છે.

મદરેસાઓમાં પણ મરાઠી બોલવી જોઈએ - નિતેશ રાણે

મુંબઈના ગોરેગાંવમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે કહ્યું, "મરાઠીની સખ્તી ફક્ત ગરીબ હિન્દુઓ પર કેમ? મદરેસામાં પણ મરાઠી બોલવી જોઈએ, ઉર્દૂ શા માટે? આ સરકાર હિન્દુઓની છે, આ સમજણ સાથે તમારે જીવવું જોઈએ. યાદ રાખો, આ મહાદેવની ભૂમિ છે. અહીં ફક્ત 'આઇ લવ મહાદેવ' ના બેનરો જ લગાવવામાં આવશે. આ હિન્દુ રાજ્યમાં હિન્દુઓને ખરાબ નજરે જોનારાઓને અમે સહન નહીં કરીએ. આ કોઈ અબ્બાનું પાકિસ્તાન નથી."

vtv app promotion

આ પણ વાંચોઃ મહાયુતિ ગઠબંધનમાં ડખો, 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું દિગ્ગજ નેતાનુ્ં એલાન

ઠાકરે બંધુઓ હિન્દુઓને વિભાજીત કરવા એક સાથે આવ્યા - નિતેશ રાણે

મંત્રીએ એમ પણ કહ્યું, "અહીં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારા દેવ ભાઉનું બુલડોઝર ઓયલિંગ માટે ગયું છે. હું 16મી તારીખે તેને મોકલીશ. ઠાકરે બંધુઓ હિન્દુઓને વિભાજીત કરવા માટે એક થયા છે. તેઓ મરાઠીના નામે રાજકારણ રમી રહ્યા છે. ઉત્તર પ્રદેશના અમારા હિન્દુ ભાઈ-બહેનો આદિત્ય અને અમિત ઠાકરે કરતાં વધુ સારી રીતે અહી મરાઠી બોલે છે. ઠાકરે બંધુઓને વોટ મતલબ પાકિસ્તાનમાં બેઠેલા તેમના અબ્બાને વોટ આપવો. જ્યારે તેમના સાંસદ ચૂંટાયા ત્યારે પાકિસ્તાનમાં રેલી કાઢવામાં આવી હતી, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. આ સરકાર આપણી છે, આ સરકાર હિન્દુઓની છે, આ યાદ રાખો."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitesh Rane BJP BMC Elections 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ