ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / મહાયુતિ ગઠબંધનમાં ડખો, 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું દિગ્ગજ નેતાનુ્ં એલાન

રાજકારણ / મહાયુતિ ગઠબંધનમાં ડખો, 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું દિગ્ગજ નેતાનુ્ં એલાન

Published By: Mit Soni

Last Updated: 09:56 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કારણ કે આગામી મનપાની ચૂંટણીને લઈને મહાયુતિ ગઠબંધનમાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. એક કેન્દ્રિય પ્રધના બેઠકોની વહેંચણીને લઈને નારજ થયા હોવાનું સામે આવ્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો....

ADVERTISEMENT

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં 15 જાન્યુઆરીએ યોજાવાનું છે અને ચૂંટણી પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા છે. મહાષ્ટ્રનું રાજકારણ અને વિવાદ સાથેને સબંધ જુનો છે. કારણ કે કોઈ પણ ચૂંટણી હોય મહારાષ્ટ્રમાં વિવાદ ચરમસીમાએ જ હોય છે. આ વખતે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનમાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના વડા રામદાસ આઠવલે BMCની ચૂંટણી પહેલા નારાજ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમણે દાવો કર્યો કર્યો છે કે અમારી સાથે અન્યાય થયો છે, મહાયપતિ ગઠબંધનમાં ભંગાણ થાય તેવા પણ સંકેતો આપ્યા છે. સાથે જ મંત્રીએ 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

ખાલી 7 બેઠકો જ મારી પાર્ટીને આપી: આઠવલે

મંત્રી રામદાસ આઠવલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે મારી પાર્ટી જ્યારથી મહાયુતિની સ્થાપના થઈ ત્યારથી જ નિષ્ઠા અને મજબુતીથી ગઠબંધન સાથે ઉભી રહી છે. પરંતું અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. BMC ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગે જે નિર્ણય કરાયો તેનાથી અમારી પાર્ટીના કાર્યકરો નારાજ થયા છે. મારી પાર્ટીને મોડી રાત્રે માત્ર 7 બેઠકો આપવી તે કોઈ પણ પ્રકારે યોગ્ય વાત નથી.

vtv app promotion

"અમારી પાર્ટીની મહાયુતિએ અવગણના કરી છે"

આઠવલેએ ગઠબંધન તોડવાની પણ વાત કરી હતી. તેને લઈને ટેન્શનમાં વધારો થયો હતો. સાથે જ તેમને વધુમાં કહ્યું હતું કે મુંબઈમાં બહુજન આઘાડી કરતા પણ અમારી પાર્ટીની તાકાત વધારે છે. પરંતુ અમારી પાર્ટીની અવગણના કરવામાં આવી છે. ચોક્કસ પણ આ નિર્ણયથી અમારા કાર્યકરો નારાજ થયા છે. સાથે જ તેમને કહ્યું કે પક્ષ અને કાર્યકરોના ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં સાથે જ તેમના પક્ષના અસ્તિત્વને લઈને પણ વાત કરી હતી. અને કહ્યું કે જો પક્ષનું સન્માન નહીં જળવાય તો પાર્ટી જોખમમાં આવી જશે.

વધુ વાંચો: TET-1 પરીક્ષાના 9 દિવસ બાદ આન્સર કીટ જાહેર કરાઈ, ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે

ગઠબંધન 'ફ્રેન્ડલી ફાઈટ' સાથે ચાલુ રહેશે

આઠવલેએ વધુમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ‘ફ્રેન્ડલી ફાઈટ’ હેઠળ તેમની પાર્ટી 38થી 39 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. બાકીની બેઠકો પર તેઓ એકનાથ સિંદેની શિવસેનાને અને ભાજપને સમર્થન આપશે. મહાયુતિમાં અંદરો અંદોર અંદર ખટર પટર થતા મહાયુતિના અન્ય એક સાથી પક્ષ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની NCPએ પણ ચૂંટણીમાં અલગ વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં 15 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BMC Election 2025 Maharashtra Politics Mahayuti Alliance Municipal Corporation Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ