બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / TET-1 પરીક્ષાના 9 દિવસ બાદ આન્સર કીટ જાહેર કરાઈ, ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે

મોટા સમાચાર / TET-1 પરીક્ષાના 9 દિવસ બાદ આન્સર કીટ જાહેર કરાઈ, ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે

Published By: Mit Soni

Last Updated: 06:06 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી tet 1 પરીક્ષાની આન્સર કી જાહેર થઈ ગઈ છે. ગત 21 ડિસેમ્બરે રાજ્ય ભરમાં પરીક્ષા યોજાઈ હતી. www.sebexam.Org પર omr અન્સાર કી જાહેર કરાઈ છે. મહત્વનું છેકે, પરીક્ષા લેવાઇ તેને 9 દિવસ બાદ આન્સર કી જાહેર કરવામાં આવી છે

રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બરે રાજ્યભરમાં tet 1ની પરીક્ષા લેવાઈ હતી. હવે બોર્ડ દ્વારા આ પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવી છે. 3 જાન્યુઆરી સુધી વેબસાઈટ પર આન્સર કી ઉમેદવારો જોઈ શકશે. મહત્વનું છેકે, પરીક્ષા લેવાઇ તેને 9 દિવસ બાદ આન્સર કી જાહેર કરવામાં આવી છે. અન્ય સરકારી પરીક્ષામાં પરીક્ષાના બીજા દિવસે જ આન્સર કી જાહેર કરાય છે ત્યારે tet ના ઉમેદવાર પણ ઝડપથી આન્સર કી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. જેને લઈને બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. www.sebexam.Org પર omr અન્સાર કી જાહેર કરાઈ છે. જેને તમે સત્તાવાર રીતે 3 જાન્યુઆરી સુધી વેબસાઈટ જોઈ શકશો.

vtv app promotion

38 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. અમદાવાદમાં 38 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ વાંચો: ભાગેડુ લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી મંજૂરી આપશે, માતાપિતાને નોટીસ મોકલાશે, કાલે સત્તાવાર એલાન

મેથ્સ અઘરું પૂછાતા ઉમેદવારો અટવાયાં હતા

આ તરફ પરીક્ષા આપનારા ઘણા ઉમેદવારો માટે આજનું પેપર સરળ ન રહ્યું. ખાસ કરીને મેથ્સ વિષયના પ્રશ્નો અઘરા હોવાનું ઉમેદવારોનું કહેવું છે. બે વર્ષ બાદ લેવાયેલી આ પરીક્ષામાં સમય મર્યાદા 30 મિનિટ વધારીને કુલ 120 મિનિટ રાખવામાં આવી હતી, તેમ છતાં ઘણા ઉમેદવારો સમયસર પેપર પૂર્ણ કરી શક્યા ન હતા. જો કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો અને સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન રાખવામાં આવતા ઉમેદવારોને થોડી રાહત મળી હતી. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ધોરણ 1 થી 5 માટેના સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TET 1 Answer Key State Examination Board Gujarat TET Exam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ