ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mumbai: After the harsh training of paratrooping, this daughter will adopt initiation

દીક્ષા / પેરાટ્રુપિંગની કઠોર ટ્રેનિંગ બાદ આ દીકરી દીક્ષા ગ્રહણ કરી બનશે જૈન સાધ્વી

Published By: vtvAdmin

Last Updated: 04:42 PM, 3 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇઃ રાઇફલ શૂટિંગમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન-હોકીમાં અવલ, એનસીસીની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન બેસ્ટ અને જૂજ કેડેટને મળતી પેરાટ્રુપિંગની છ મહિનાની ક‌ઠીન ટ્રેનિંગ લેનાર રોક કલા‌ઇમ્બિંગ ‌રિવર રાફ્ટિંગનો એડ્વાન્સ કોર્સ કરનારી હૈદરાબાદની રોશની રાન્કા દીક્ષા ગ્રહણ કરી જૈન સાધ્વી બનશે.

ADVERTISEMENT

ર૩ મેંનાં રોજ અમદાવાદમાં અન્ય ૧૮ મુમુક્ષુઓની સાથે ૩ર વર્ષીય રોશની પણ દીક્ષા લેશે. નાનપણથી ઘરમાં દીક્ષાનાં સંસ્કાર મળ્યાં હોય અથવા પરિવારમાં કોઇએ દીક્ષા લીધી હોય તો આવો ભાવ જાગવો સહજ છે, પરંતુ નાનપણથી ટોમબોય જેવી એડ્વેન્ચર્સ એક્ટિવિટી અને આઉટડોર  ગેમ્સમાં માહેર રોશની ધર્મમાર્ગે વળીને ચારિત્ર્યરૂપી ઉચ્ચ શિખર સર કરશે.

મૂળ રાજસ્થાનના બાડમેરની અને હૈદરાબાદમાં ઊછરેલી રોશનીએ કોલેજમાં આવીને એનસીસી જોઇન કર્યું. તે પેરાટ્રુપિંગની ટ્રેનિંગ માટે સિલેક્ટ થઇ અને તે માટે છ મહિના આગ્રા રહી. આ ટ્રેનિંગ માટે સિલેક્ટ થવું મોટી તક સમાન હતું. પેરાટ્રુપિંગની કેળવણી માટે શરીર અને મન ખૂબ જ મજબૂત જોઇએ અને તે પણ સારા ગ્રેડ સાથે પાસ કર્યું. ઊડતા પ્લેનમાંથી જમ્પ પણ કર્યો.

રોશનીને આઇપીએસ ઓફિસર બનવું હતું. એનસીસીની ટ્રેનિંગ પત્યા બાદ તેણે રિવર રાફ્ટિંગ અને રોક કલાઇમ્બિંગનો એડ્વાન્સ કોર્સ શરૂ કર્યો. એ માટે એક મહિનો કેરળ રહી. પર્યુષણ આવતાં હોવાથી મેં કેમ્પમાં આઠ દિવસ રા‌ત્રિ ભોજન ન કર્યું અને કંદમૂળ ન ખાધાં. મારા મિત્રોએ તેનું કારણ પૂછ્યું, પરંતુ મારી પાસે તેનું જ્ઞાન નહોતું. તેથી મેં જૈન ધર્મનો બે‌િઝક અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

કેમ્પ બાદ હું મારાં ક‌િઝન મહારાજ પાસે રોકાવા ગઇ. ત્યાં હું ભણતી, જાણતી અને વાંચતી. મને તે લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ જ ગમતી. મને જૈ‌િનઝમનું ઘણું જ્ઞાન મળ્યું અને અનેક વિદ્વાન મહારાજ સાહેબનો પરિચય થયો. બે વર્ષ પાટણ રહી ધર્મનું ભણી અને દીક્ષા લેવાનું નક્કી કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Diksha Mumbai Roshni ahmedabad initiation initiation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ