ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / mukesh khanna criticized the teaser of film adipurush

મનોરંજન / આદિપુરુષના મેકર્સ પર બરાબરના ભડક્યા દિગ્ગજ અભિનેતા, કહ્યું - જો કવર જ આવું છે તો ફિલ્મ કેવી હશે?

Published By: Jaydeep Shah

Last Updated: 10:51 AM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષનું ટીઝર રીલીઝ થતા અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મનાં ટીઝરની નિંદા કરતા કહ્યું છે કે જો કવર જ આવું છે તો ફિલ્મ કેવી હશે.

ADVERTISEMENT

  • ફિલ્મ આદિપુરુષનું ટીઝર રીલીઝ 
  • મુકેશ ખન્નાએ ફિલ્મના ટીઝર પર વ્યક્ત કરી નારાજગી 
  • કવર આવું છે તો ફિલ્મ કેવી હશે - મુકેશ ખન્ના 

 

બાહુબલી ફેમ પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ પર વિવાદ સતત વધતો જ જાય છે. અયોધ્યામાં ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યા બાદ સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના રીએક્શન જોવા મળે છે. હવે મહાભારતના ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્નાએ પણ ફિલ્મના ટીઝર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મમેકર્સ પર ભડકીને તેમણે કહ્યું કે આ ફિલ્મ કઈ રીતે રામાયણ લાગે છે. આને તો તેમણે સંપૂર્ણ રીતે મુઘલ સ્વરૂપ આપી દીધું છે. 

મુઘલ કાળની મૂવી લાગી રહી છે - મુકેશ ખન્ના 
પોતાની યૂ ટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કરીને મુકેશ ખન્નાએ કહ્યું કે ફિલ્મમાં રામની ભૂમિકા નિભાવનાર એક્ટર ન તો રામ જેવા લાગી રહ્યા છે અને ન તો હનુમાન, હનુમાન જેવા લાગી રહ્યા છે. રાવણ પણ રાવણ જેવો નથી લાગી રહ્યો. આ ક્યા પ્રકારે રામાયણ લાગી રહી છે, આ તો મુઘલ કાળની મૂવી લાગી રહી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે અમારા ધર્મની મજાક ઉડાવી રહ્યા છો. આવા સમયમાં જ્યારે ફિલ્મો જગ્યાએ જગ્યાએ બોયકોટ થઇ રહી છે એવામાં તમે નવો વિવાદ શરુ કરી રહ્યા છો. આવામાં લોકો તો તમને પકડશે જ, પછી તમે તેને અભિવ્યક્તિની આઝાદી કહીને ડિફેન્ડ પણ કરશો. 

કવર આવું છે તો ફિલ્મ કેવી હશે - મુકેશ ખન્ના 
મુકેશ ખન્નાએ કહ્યું, 'રામાયણ વિશે દરેક ભારતીયની વિશેષ ધારણા છે. લોકો માને છે કે ભગવાન શ્રી રામને મૂછ નહોતી. હનુમાન પણ દાઢી અને મૂછ વગરના હતા. રાવણને માત્ર મોટી મૂછ હતી. પરંતુ આ ફિલ્મ (આદિપુરુષ મૂવી)માં બાહુબલીને રામ અને સૈફ અલી ખાનને રાવણ બનાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તમે ભલે 450 કરોડનું રોકાણ કરતા હશો, પરંતુ જો લોકો તમારા પર વિશ્વાસ કરશે તો તમે ક્યાંયનાં નહીં રહો. ફિલ્મ મેકર્સ પર ગુસ્સો કરતા અભિનેતાએ કહ્યું કે - હવે તમે કહેશો કે આ ટીઝર છે, જો કવર જ આવું છે, તો ફિલ્મ કેવી હશે?

હિંમત છે પોતાના ધર્મ પર કહી બતાવો 
સૈફ અલી ખાન પર ગુસ્સે ભરાયેલા મુકેશ ખન્નાએ કહ્યું, 'સૈફ અલી ખાને રાવણની ભૂમિકા ભજવતા પહેલા કહ્યું હતું કે હું તેને હ્યુમરનું સ્વરૂપ આપવા માંગુ છું. આ અંગે મેં તે સમયે મારી પ્રતિક્રિયા આપી હતી. તમે રામાયણની વાત કરો છો પણ વાસ્તવમાં તમે રામાયણનો લાભ લેવા માંગો છો. અમારા ધર્મની મજાક ઉડાવનાર તમે કોણ છો? જો તમારામાં હિંમત હોય તો તમારા ધર્મ પર કંઈક કહીને બતાવો. 

માત્ર સ્પેશિયલ ઇફેક્ટ્સથી ન બની શકે ફિલ્મ 
અભિનેતાએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપતા કહ્યું, 'આ ફિલ્મ (આદિપુરુષ મૂવી)માં રામને મૂછમાં બતાવવામાં આવ્યા છે. રાવણ ખિલજી જેવો દેખાય છે. સાચું કહું તો તેને મુઘલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ક્યાં રામાયણ, ક્યાં મુઘલ સ્વરૂપ. શું તમે મજાક કરો છો? મને ખબર નથી કે લોકો તેને કેટલા સ્વીકારશે. રામાયણ અને મહાભારતને માત્ર સ્પેશિયલ ઈફેક્ટથી બનાવી શકાય નહીં. હોલિવૂડની અવતાર ફિલ્મનો લુક આપીને તમે તેને રામાયણ ન કહી શકો. જો તમે આ કરવાનો પ્રયાસ કરો છો, તો લોકો આપોઆપ પ્રતિક્રિયા આપશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush Bollywood Mukesh Khanna આદિપુરુષ મુકેશ ખન્ના Bollywood

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ