ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Modern agriculture / This experiment started from Bhavnagar for the first time in the whole country, the youth of the village can earn 40 thousand per month!
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર દેશ મા ડ્રોન થી ખેતરમાં દવા છટવાનો પ્રથમ પ્રયોગ તાજેતરમાં ભાવનગરથી શરૂ કરવામાં આવ્યો છે. ડ્રોનના માધ્યમ ના કારણે ખેડૂતો ના સમય અને નાણા નો બચાવ થશે તેમજ દવા છંટકાવ કરતી વખતે ખેડૂતોના આકસ્મિક મોત નિપજવાના બનાવોમા પણ ઘટાડો થશે.ડ્રોનના ઉપયોગ માટે ગામે-ગામ યુવકો તૈયાર કરી તેને આત્મ નિર્ભર બનવાની દિશામાં પણ લઈ જવાશે આ ડ્રોન ની ખરીદી માટે સરકાર લોન પણ આપશે
પાંચ કિલોમીટર સુધી દવા છાંટશે ડ્રોન
ADVERTISEMENT
જગત નો તાત પોતે કાળી મજૂરી કરી ને અને ઊંચા ભાવના બિયારણ ખરીદી મહા મહેનતથી પાક ઉગાવે છે પરંતુ પાકમાં બેસતી જીવાતો થી ખેડૂત પરેશાન છે ખેતીમાં સમય જતાની સાથે બદલાવ આવી રહ્યો છે અને તેમાંનો એક બદલાવ છે ડ્રોન થી ખેતરમાં દવાનો છંટકાવ કરવાનો ભાવનગર જિલ્લામાં હાલ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવાના પ્રયોગો ચાલી રહયા છે તાજેતરમાં ભાવનગર આવેલા કેન્દ્રીયમંત્રી મનસુખ માન્ડવીયા સામે તેનું નિદર્શન પણ કરાયું હતું.ડ્રોન મા 2 બેટરીના માધ્યમથી ઉડાડવામાં આવે છે આ ડ્રોન એક જ સ્થળેથી 5 કિલોમીટર દૂર સુધી જઈ ને દવા નો છંટકાવ કરી શકે છે ડ્રોનના માધ્યમથી દવા છંટકાવ થવાથી જીવાતો નો નાશ પણ થઈ શકે છે
તાલીમ આપવા કંપની તૈયાર
ભાવનગર જિલ્લામાં પાલીતાણા અને તળાજા તાલુકાના કેટલાક ગામોમા ડ્રોનથી પ્રાથમિક તબક્કે દવા નો છંટકાવ થઈ રહ્યો છે સરકાર અને કંપનીનો ધ્યેય માત્ર ડ્રોન ભાડે આપી આ કામ કરવાનો નથી.કંપનીના માલિકનું કહેવું છે કે જો ગામે ગામ યુવકો તૈયાર થાય અને તેને તાલીમ આપી ને જો પોતે આ 5 લાખ ની કિંમત ની ડ્રોન ખરીદી શકે છે ગામનો યુવક આ ડ્રોન ખરીદી પગભર પણ થઈ શકે છે ડ્રોન ના માધ્યમથી દ્રાવણનો છંટકાવ થતા 50 ટકા રોગનો ઘટાડો થાય છે અને 60 ટકા જેટલું ઉત્પાદન વધી શકે છે ગામનો યુવક ડ્રોન ખરીદવા ઈચ્છે તો તેને માત્ર 50 હજારનું રોકાણ કેવું પડે અને બાકીના પૈસાની સરકાર પાસેથી કંપની લોન અપાવી શકે છે. ડ્રોનના માધ્યમ થી યુવક મહિને 30 થી 40 હજાર કમાઈ શકે તેવો દાવો કરાયો છે
ADVERTISEMENT
દેશમાં પ્રથમ પ્રયોગ
ભાવનગર જીલામાં દેશમાં પ્રથમ વખત આ પ્રકારે ડ્રોન ના માધ્યમ થી દવા છટવાનો પ્રારંભ થયો છે સરકારે પણ ડ્રોન ના માધ્યમ થી દવાના છંટકાવ ને મંજૂરી આપી છે ત્યારે હવે ખેડૂતો આ વ્યવસ્થાનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે જે જોવું રસપ્રદ રહેશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT