ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કલકત્તાની શોબિઝ ઈંડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં કલકત્તાની 3 મોડલ્સના મોતની મિસ્ટ્રી હજૂ અકબંધ છે, ત્યાં વળી એક નવો કેસ સામે આવ્યો છે. 18 વર્ષિય સ્ટ્રગલિંગ મોડલ અને મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતી દાસે આત્મહત્યા કરીને સૌ કોઈને હેરાન કરી દીધા છે.
મોડલે કરી આત્મહત્યા
ADVERTISEMENT
કલકત્તાના કસ્બા એરિયામાં સરસ્વતીના ઘર પરથી તેની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. શરૂઆતી તપાસમાં આ સુસાઈડનો કેસ દેખાઈ રહ્યો છે. સરસ્વતી વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ હતી, તે મોડલ બનવાની કોશિશ કરી રહી હતી. 29 મેના રોજ ભારતી મલિક (સરસ્વતીની મામી)એ પોલીસે ફોન કરીને પોતાની ભત્રીજી સરસ્વતીની ડેડબોડી બેડરૂમમાં પંખા સાથે લટકતી હોવાની જાણકારી આપી હતી.
ભારતીએ જણાવ્યું હતું કે, સરસ્વતીની ડેડબોડીને તેમની નાનીએ નીચે ઉતારી હતી. ત્યાર બાદ સરસ્વતીની ડેડબોડીને સંબંધીઓ CNMC હોસ્પિટલમાં લઈને ગયા હતા. પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા સરસ્વતીનું મોત થઈ ચુક્યું હતું.
ADVERTISEMENT
નાની સાથે બેડરૂમમાં સુતી હતી સરસ્વતી
સરસ્વતી બેડરૂમમાં પોતાની નાની સાથે સુઈ ગઈ હતી. રાતના લગભગ 1.30-2ની આસપાસ સરસ્વતીની નાની વોશરૂમ જવા માટે ઉઠ્યા. પાછા આવ્યા તો, સરસ્વતીને રૂમમાં જોઈ નહીં અને બીજા રૂમમાં જઈને જોયું તો, સરસ્વતીની લાશ પંખા સાથે લટકતી હતી. તેમની નાનીએ સરસ્વતીની લાશને ફટાફટ નીચે ઉતારી અને હોસ્પિટલ લઈ ગયા. સરસ્વતીનો ફોન પોલીસે સીઝ કરી લીધો છે. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ નથી મળી.
ADVERTISEMENT
છેલ્લા 17 વર્ષથી મામા સાથે રહેતી હતી સરસ્વતી
જાણવા મળ્યું છે કે, સરસ્વતી પોતાની માતા આરતી દાસ સાથે પોતાના મામાને ત્યાં છેલ્લા 17 વર્ષથી રહે છે. સરસ્વતીની માતા પોતાના પતિ સાથે 174 વર્ષ પહેલા અલગ થઈ ગઈ હતી. સરસ્વતીએ દશમાં ધોરણ પછી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તે ટ્યૂશન આપતી હતી અને મોડલીંગનું કામ પણ કરતી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હાલમાં સરસ્વતી પોતાના રિલેશનશીપને લઈને તણાવમાં રહેતી હતી. હવે એ પોલીસ તપાસમાં જ ખબર પડશે કે, સરસ્વતીનું મોત શા કારણે થયું છે.
ADVERTISEMENT
આ અગાઉ પણ ત્રણ મોડલે આત્મહત્યા કરી લીધી છે. સરસ્વતીનો કેસ ચોથો છે. સતત થઈ રહેલી મોતની ઘટનાથી લોકોમાં પણ ચિંતાનો માહોલ બનેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ