બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમને પણ આવ્યો છે ઇન્કમ ટેક્સનો એલર્ટ મેસેજ? તો ગભરાશો નહીં, કરાઇ સ્પષ્ટતા
Last Updated: 04:10 PM, 19 December 2025
દેશમાં લાખો કરદાતાઓને હાલ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ તરફથી એક એસએમએસ તેમજ મેલ પર એલર્ટ આવી રહ્યું છે. જેમાં ખૂબ જ મોટા વ્યવાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજ આવ્યા બાદ કેટલાક લોકોના મનમાં એવો ડર જોવા મળી રહ્યો છે કે આ કોઈ ફેક મેસેજ તો નથી ને. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કરદાતાઓએ ગભરાવાની જરૂર નથી. આ મેસેજ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી જ માત્ર એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય કરદાતાઓને સ્વૈચ્છિક પાલન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ADVERTISEMENT

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશભરમાં કેટલાક કરતાદાઓએ AIS આધારીત એડવાઈઝરી મેસેજ મોકલવામાં આવ્યો છે. જે મેસેજ કોઈ સ્કેમ નહી પરંતું તે એક સત્તાવાર સંદેશાવ્યવહાર છે. જેનો ઉદ્દેશ્ય કરદાતાઓની ભૂલને સુધારવાનો અને એક મોકો આપવાનો છે. જેમાં કરદાતાએ તા. 31 ડિસેમ્બર 2025 સુધી ભારે દંડથી બચવા માટે તમે સુધારેલા અથવા મોડા ITR ફાઇલ કરી શકો છો.
ADVERTISEMENT
Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them.
— Income Tax India (@IncomeTaxIndia) December 18, 2025
Taxpayers may please note that such communication is to facilitate the taxpayers & make them aware of the information…
આ પણ વાંચોઃ 12 પાસ ઉમેદવારો માટે ખુશખબર, CBSEમાં વેકેન્સી પડી છે, જુઓ છેલ્લી તારીખ
ADVERTISEMENT
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ર પોસ્ટ કરી હતી
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, આ એક માત્ર કમ્યુનિકેશન એડવાઈઝરી છે. જો કોઈ ITR માં ભૂલ થઈ છે તો કરદાતા ફરિયાદ પોર્ટલ મારફતે જવાબ આપી શકે છે અને જો યોગ્ય છે તે આ મેસેજને ઈગ્નનોર કરે. સાથે સાથે ઈન્કમટેક્ષ વિભાગે એવું પણ કહ્યું છે કે, AY 2025-26 વિલંબિત અથવા સુધારેલ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. દંડ ટાળવા માટે તમે આ તારીખ સુધીમાં તમારું રિટર્ન સુધારી શકો છો અથવા ફાઇલ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.