બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ ઉમેદવારો માટે ખુશખબર, CBSEમાં વેકેન્સી પડી છે, જુઓ છેલ્લી તારીખ

કામની વાત / 12 પાસ ઉમેદવારો માટે ખુશખબર, CBSEમાં વેકેન્સી પડી છે, જુઓ છેલ્લી તારીખ

Published By: Vidhata Gothi

Last Updated: 03:57 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE Jobs 2025: સીબીએસઈએ 12 પાસ ઉમેદવારો માટે 124 પદો પર બહાર પાડેલી ભરતીની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. આ માટે ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. જાણો વિગતો.

CBSE Recruitment 2025: 12મુ પાસ યુવાનો માટે નોકરીની એક સોનેરી તક આવી ગઈ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ તેની ભરતી પ્રક્રિયાની અંતિમ તારીખ વધારી દીધી છે. CBSEએ અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને 27 ડિસેમ્બર કરી દીધી છે, જે પહેલા 22 ડિસેમ્બર સુધીની જ હતી. આ નિર્ણયથી એ યુવાનોને રાહત મળી છે જેઓ કોઈ પણ કારણોસર પહેલા અરજી કરી શક્યા ન હતા. સીબીએસઈએ કુલ 124 પદો પર ભરતી બહાર પાડી છે. આમાં એડમિનિસ્ટ્રેટિવ, એકેડેમિક અને ફાઇનાન્સ સાથે જોડાયેલા કેટલાક પદો સામેલ છે.

કયા-કયા પદ પર ભરતી

સીબીએસઈ ભરતી 2025 અંતર્ગત જુદા-જુદા ગ્રુપ્સમાં વિવિધ પદ પર ભરતી કરવામાં આવશે. આ બધા જ પદ સીબીએસઈના એડમિનિસ્ટ્રેટિવ કામ, એકેડેમિક સપોર્ટ, ફાઇનાન્સ અને કોઓર્ડિનેશન સાથે જોડાયેલા છે. જેમના માટે 12 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

  • ગ્રુપ A - આસિસ્ટન્ટ સેક્રેટરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એકેડેમિક્સ/ટ્રેનિંગ/સ્કિલ એજ્યુકેશન), એકાઉન્ટ્સ ઓફિસર
  • ગ્રુપ B - સુપ્રિટેન્ડેન્ટ, જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર
  • ગ્રુપ C - જુનિયર એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ

પસંદગી પ્રક્રિયા

સીબીએસઈની ભરતીની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં થશે - ટિયર 1 અને ટિયર 2. ટિયર-1માં લેખિત પરીક્ષા થશે, જેમાં સામાન્ય જ્ઞાન, રિઝનિંગ, ગણિત અને એપ્ટીટ્યુડ સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવશે. ટિયર-2માં સ્કિલ બેઝ્ડ ટેસ્ટ થશે. જેમાં સુપ્રિટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ જેવા પદ માટે ટાઈપિંગ ટેસ્ટ અથવા કોમ્પ્યુટર સ્કિલની પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

vtv app promotion

કેટલા પદ પર કરી શકાય અરજી

આ ભરતીમાં એક જ ઉમેદવાર એકથી વધારે પદો માટે અરજી કરી શકે છે, પણ બધા પદના ફોર્મ અલગ-અલગ હોવા જોઈએ. ટિયર-1 પરીક્ષાના માર્ક્સ અરજી કરેલા બધા જ પદો માટે માન્ય ગણાશે.

આ પણ વાંચો: બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, જલ્દી કરો, ક્યાંક તારીખ ના જતી રહે!

અરજી પ્રક્રિયા

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
  • Recruitment સેક્શનમાં જઈને નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરો.
  • આ પછી ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
  • માંગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • જો અરજી ફી લાગુ પડતી હોય તો ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBSE Recruitment 2025 CBSE Jobs 2025 Government Jobs 2025

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ