બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, જલ્દી કરો, ક્યાંક તારીખ ના જતી રહે!

તમારા કામનું / બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, જલ્દી કરો, ક્યાંક તારીખ ના જતી રહે!

Published By: Vidhata Gothi

Last Updated: 02:05 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank of India Vacancy 2025: બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સોનેરી તક આવી ગઈ છે. બેંક ઓફ ઇન્ડિયામાં 514 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

Bank of India Recruitment 2025: બેંકમાં નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. બેંક ઓફ ઇન્ડિયાએ જનરલ બેન્કિંગ ઓફિસર (GBO) સ્ટ્રીમમાં ક્રેડિટ ઓફિસરની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટેની અરજી પ્રક્રિયા 20 ડિસેમ્બરથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2026 રહેશે.

આ પોસ્ટ પર ભરતી માટે એપ્લાય કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in પર અરજી કરવાની રહેશે. બેંકે કુલ 514 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ચાલો જાણીએ આ પોસ્ટ પર એપ્લાય કરવા માટે ઉમેદવારની યોગ્યતા શું હોવી જોઈએ અને ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે.

બેંકમાં ભરતીની વિગતો

  • ક્રેડિટ ઓફિસર - GBO (SMGS-IV) - 36 પોસ્ટ
  • ક્રેડિટ ઓફિસર - GBO (MMGS-III) - 60 પોસ્ટ
  • ક્રેડિટ ઓફિસર - GBO (MMGS-II) - 418 પોસ્ટ

ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

ક્રેડિટ ઓફિસર MMGS-II અને III (GBO) માટે અરજી કરતાં ઉમેદવારો પાસે કોઈ પણ વિષયમાં 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે SC, ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ પણ વિષયમાં 55 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારોએ CA/CFA/CMA-ICWA અથવા MBA/PGDBM/બેંકિંગ/ફાઇનાન્સ/કોઈ પણ ક્રેડિટ સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનું PG પણ કરેલું હોવું જોઈએ.

ક્રેડિટ ઓફિસર SMGS-IV (GBO) મારે ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે MBA/PGDBM/કોઈ પણ ફિલ્ડમાં 2 વર્ષની ફૂલ-ટાઇમ માસ્ટર ડિગ્રી અથવા કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી CA/CFA/CMA-ICWA કરેલું હોવું જોઈએ.

ઉમેદવારોની વય મર્યાદા

  • ક્રેડિટ ઓફિસર - GBO (MMGS-II) - 25 થી 35 વર્ષ
  • ક્રેડિટ ઓફિસર - GBO (MMGS-III) - 28 થી 38 વર્ષ
  • ક્રેડિટ ઓફિસર - GBO (SMGS-IV) - 30 થી 40 વર્ષ

અરજી ફી

બેંક ઓફ ઇન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી માટે એપ્લાય કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.

vtv app promotion

અરજી પ્રક્રિયા

  • બેંકની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in પર જાઓ.
  • હોમ પેજ પર આપવામાં આવેલ Career સેક્શનમાં જાઓ.
  • નવું પેજ ખુલશે, જેમાં Recruitment Notice પર ક્લિક કરો.
  • અહીં ક્રેડિટ ઓફિસર વેકેન્સી નોટિફિકેશન લિંક પર ક્લિક કરો.
  • હવે માંગેલી બધી જ વિગતો ભરીને ફી ભરીને અરજી ફોર્મ સબમિટ કરો.

આ પણ વાંચો: હવે માત્ર થોડા દિવસો જ બાકી, 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ કામ નહીં તો વધી જશે મુશ્કેલી

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ

અરજી કરનાર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને અન્ય પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. SMGS-IV પોસ્ટ પર પસંદગી પામેલ ઉમેદવારને 1,20,940 રૂપિયા પગાર મળશે. આ ભરતી પ્રક્રિયા અંગેની વધારે વિગત માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank of India Recruitment 2025 Bank Jobs Bank of India Vacancy 2025

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ