ન્યૂઝ ઉપડેટસ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે માત્ર થોડા દિવસો જ બાકી, 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ કામ નહીં તો વધી જશે મુશ્કેલી

જાણી લેજો / હવે માત્ર થોડા દિવસો જ બાકી, 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ કામ નહીં તો વધી જશે મુશ્કેલી

Published By: Priykant Shrimali

Last Updated: 09:30 AM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

December Deadline : આ વર્ષ પૂર્ણ થાય તે પહેલા કેટલાક એવા મહત્વપૂર્ણ નાણાકીય કામો છે, જે સમયસર ન કરવામાં આવે તો તમને દંડ, વ્યાજ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે

December Deadline : વર્ષ 2025 હવે પોતાના અંતિમ પડાવે પહોંચી ગયું છે. આજથી માત્ર થોડા જ દિવસોમાં 31 ડિસેમ્બર આવી જશે. જોકે આ વર્ષ પૂર્ણ થાય તે પહેલા કેટલાક એવા મહત્વપૂર્ણ નાણાકીય કામો છે, જે સમયસર ન કરવામાં આવે તો તમને દંડ, વ્યાજ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજના આ આર્ટીકલમાં આપણે જાણીશું એ તમામ માહિતી જે તમારી માટે જરૂરી હોય.

વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું

જો તમે હજી સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું, તો હવે તમારી પાસે 31 ડિસેમ્બર, 2025 સુધીનો છેલ્લો મોકો છે. આ તારીખ બાદ તમે આ વર્ષ માટે ITR ફાઇલ કરી શકશો નહીં.

મોડું રિટર્ન ફાઇલ કરશો તો કેટલી ફી ભરવી પડશે?

  • વાર્ષિક આવક ₹5 લાખથી ઓછી હોય તો – ₹1,000 લેટ ફી
  • વાર્ષિક આવક ₹5 લાખ કે તેથી વધુ હોય તો – ₹5,000 લેટ ફી

સમયસર ITR ફાઇલ ન કરવાથી શું નુકસાન થાય છે?

ITR સમયસર ન ભરવાથી માત્ર દંડ જ નહીં, પણ અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ટેક્સ રિફંડ મોડું મળી શકે છે અથવા રદ પણ થઈ શકે છે. બાકી ટેક્સ પર વધારાનું વ્યાજ લાગુ પડી શકે છે. આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળવાની શક્યતા વધે છે. ભવિષ્ય પર પણ અસર પડે છે.

જો તમે વારંવાર ITR ફાઇલ નથી કરતા, તો તમારી ટેક્સ પ્રોફાઇલ નબળી બની જાય છે. જેના કારણે લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી, ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર, વિઝા અરજી વખતે મુશ્કેલી થઈ શકે છે. આ કારણે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ સમયસર ITR ફાઇલ કરવું ખૂબ જ જરૂરી છે.

આધાર અને પાન કાર્ડ લિંક કરવું

જો તમારું આધાર કાર્ડ 1 ઓક્ટોબર, 2024 કે તે પહેલાંનું છે અને તમે હજી સુધી PAN સાથે તેને લિંક નથી કર્યું, તો 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આ કામ જરૂરથી પૂર્ણ કરો. જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો, તો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.

PAN નિષ્ક્રિય થવાથી શું મુશ્કેલી આવે?

બેંકિંગ અને રોકાણ સંબંધિત કામ અટકી શકે છે, ITR ફાઇલ કરવામાં મુશ્કેલી, TDS/TCS ક્રેડિટ મળતું નથી, નાણાકીય લેવડદેવડ પર અસર.

આ પણ વાંચો : એક ભૂલ અને ખાલી બેન્ક એકાઉન્ટ, જરુર જાણી લો આધારને સુરક્ષિત રાખવાની 5 રીત

PAN–Aadhaar લિંક કરવાની સરળ પ્રક્રિયા

  • PAN અને આધાર લિંક કરવું બહુ સરળ છે. તમે નીચે મુજબ કરી શકો છો.
  • આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઇટ દ્વારા
  • PAN નંબર, આધાર નંબર અને OTP દ્વારા પ્રક્રિયા પૂર્ણ થાય છે
  • જો કોઈ દંડ લાગતો હોય તો તે પણ ઓનલાઈન ચૂકવી શકાય છે
  • SMS દ્વારા પણ PAN–Aadhaar લિંક કરી શકાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

December deadline Aadhar Card Income Tax Return

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ