આધાર કાર્ડ બેંક ખાતા, મોબાઇલ નંબર, UPI અને સરકારી યોજનાઓ સહીતના કામમાં જરૂર પડે છે. પરંતુ જો આપણા આધાર કાર્ડની ડીટેલ ખોટા હાથમાં જાય તો મોટું નુકસાન થઇ શકે છે. બેંક અધિકારીઓ UIDAI કર્મચારીઓ કે સરકારી એજન્સીઓ તરીકે પોતાને રજૂ કરીને સ્કેમર્સ લોકો સાથે ફ્રોડ કરે છે. જેમાં આધાર ઇનએક્ટિવ કરવામાં આવશે" કે "KYC અપડેટ્સ" એમ કહીને આ સ્કેમર્સ ડરાવે છે. જેથી ગભરાઈને લોકો તેમની માહિતી શેર કરે છે ફ્રોડ થાય છે. જેનો શિકાર અનેક લોકો બને છે. તો ચાલો ડિજિટલ ફ્રોડ અને Identity Theftથી બચવાના ઉપાય વિષે જાણીએ.
- OTP માં ફ્રોડ
આ ફ્રોડમાં સ્કેમર્સ OTP માંગે છે. પરંતુ UIDAI, બેંકો કે કોઈપણ સરકારી એજન્સી ક્યારેય ફોન કે ટેક્સ્ટ મેસેજ પર OTP માંગતી નથી. જો તમે કોઈની સાથે OTP શેર કરો છો તો સ્કેમર્સ તમારા આધાર-લિંક્ડ બેંક એકાઉન્ટ કે સર્વિસને ઍક્સેસ કરી શકે છે.આથી કોઈની સાથે OTP શેર ન કરો. OTP માત્ર ઓફિશિયલ પોર્ટલ કે એપ્લિકેશન પર જ એન્ટર કરો.
- Masked Aadhaar
જ્યારે પણ તમારે તમારા આધારને વેરીફાઈ કે કોઈ સર્વિસને આપવાનું હોય ત્યારે Masked Aadhaar ઓપ્શન સિલેક્ટ કરો. કેમ કે, તે તમારો આખો 12 નંબરનો આધાર નંબર શો કરતું નથી. તેમાં માત્ર છેલ્લા કેટલાક નંબર જ દેખાય છે. જે ઇન્શ્યોર્ડ કરે છે કે, આધાર ખોવાઈ જાય કે ખોટા હાથમાં જાય તો પણ તમારો આખો 12 નંબરનો આધાર નંબર સેફ રહે છે.

- Lock/Unlock ફીચર
UIDAI એ એક ફીચર એડ કર્યું છે જેમાં આધાર નંબરને Lock/Unlock કરી શકાય છે. મતલબ કે, તમારા આધારને તમારી પરમિશન વગર Authenticate કરી શકાતો નથી. જો તમે Aadhaar Lock ઓન કરો છો તો કોઈપણ સેવા (જેમ કે AePS પેમેન્ટ કે KYC) તમારા આધારને અનલોક કર્યા વગર તેનો ઉપયોગ કરી શકશે નહીં, જે ફ્રોડના જોખમને ઘટાડે છે.
- બાયોમેટ્રિક ડેટા
આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ જેવા બાયોમેટ્રિક ડેટા પણ હોય છે. જો કોઈ તેને ચોરી કરે તો તેઓ તમારા AEPS બેસ્ડ બેંક ટ્રાન્જેક્શન કે KYC માટે તેનો દુરુપયોગ કરી શકે છે. આથી Biometric Lock ON રાખવું જરૂરી છે.
- સોશિયલ મીડિયા પર શેરિંગ
આ સિવાય સોશિયલ મીડિયા પર તમારા આધાર કાર્ડ નો ફોટો અપલોડ કરવો, તેને વોટ્સએપ/ઈ-મેલ દ્વારા સેન્ડ કરવો કે બીજા લોકો સાથે શેર કરવો એ ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે. આથી કોઈ પણ જગ્યાએ તમારો ફોટો આપતા પહેલા Masked Aadhaarનો ઓપ્શન પસંદ કરો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ