બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવું વર્ષ 2026 તમારા માટે લઈને આવી રહ્યું છે 3 સારા સમાચાર
Last Updated: 12:45 AM, 19 December 2025
1 જાન્યુઆરી 2026થી અનેક નવા નિયમ લાગુ થવાના છે. જેમાં આમ જનતાને લાભ થશે. જેમાં ગેસના ભાવ, ટ્રેન રિઝર્વેશન ચાર્ટ- ટ્રેનોમાં વેઇટિંગ, NPSમાંથી 80% રકમ ઉપાડવાની મંજૂરી સહીતના ફેરફાર થશે. ચાલો તેના વિષે ડીટેલમાં જાણીએ.
ADVERTISEMENT
નવા વર્ષમાં CNG ના ભાવમાં બે થી અઢી રૂપિયા અને PNG ના ભાવમાં લગભગ બે રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, PNGRBએ કુદરતી ગેસ પરિવહન શુલ્કને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2026ની શરૂઆતમાં પરિવહન શુલ્ક માટે હવે ફક્ત બે ઝોન રહેશે. અત્યાર સુધી, ગેસ પરિવહન શુલ્કને અંતરના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવતા હતા. હવે તેને બે ઝોનમાં વિભાજિત કરાયા છે. અગાઉ 200 કિલોમીટરથી 1200 કિલોમીટર માટે શુલ્ક 42 થી 107 રૂપિયા સુધીનો હતો. આ તેને ઘટાડીને 54 રૂપિયા કરાયું છે. આ ટેરિફ એકીકરણથી દેશમાં કાર્યરત 40 શહેર ગેસ ,ઈસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા આવરી લેવામાં આવતા 312 વિસ્તારોના ગ્રાહકોને ફાયદો થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા વર્ષમાં PFRDA એ નિયમોમાં મોટો ફેરફાર થશે જે NPS (નેશનલ પેન્શન સ્કીમ) રોકાણકારોને રાહત આપશે. જેમાં હવે બિન-સરકારી NPS ખાતાધારકોએ તેમના ફંડનો માત્ર 20% વાર્ષિકી (પેન્શન યોજના) માં રોકાણ કરવાનો રહેશે. બાકીના 80% ફંડ એક સાથે અથવા હપ્તામાં ઉપાડી શકાય છે. આ સિવાય 8 લાખ રૂપિયા સુધીની કુલ રકમ માટે સંપૂર્ણ ઉપાડની મંજૂરી હશે. અગાઉના જુના નિયમો મુજબ બિન-સરકારી NPS રોકાણકારોને તેમના ફંડનો 60% ઉપાડવાની મંજૂરી હતી અને 40% પેન્શન યોજનામાં જમા કરાવવાની જરૂર હતી. પેન્શન યોજનામાં આ 20% ફાળો એવા લોકો માટે ઉપલબ્ધ રહેશે જેમણે NPS સેવાના ઓછામાં ઓછા 15 વર્ષ પૂર્ણ કર્યા હશે. આ નિયમ 60 વર્ષની ઉંમરે કે નિવૃત્તિ પર પણ લાગુ થશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓ માટે નિયમો સમાન રહે છે. તેમાં જો NPS ફંડ 60 વર્ષની ઉંમરે 5 લાખ રૂપિયા કરતા ઓછું હોય તો સંપૂર્ણ રકમ એક સાથે ઉપાડી શકાય છે. જો આ ફંડ 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 40 ટકા રકમ એન્યુટી પ્લાન ખરીદવો જરૂરી રહેશે અને બાકીની રકમ ઉપાડી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.