બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં વધારાનો સામાન લઈ જવો પડશે મોંઘો, રેલવે મુસાફરીનો નવો નિયમ જાહેર
Last Updated: 02:38 PM, 18 December 2025
Indian Railway Rule: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરી દરમિયાન જોડે મફત લઈ જવાતા સમાનની લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમે એ લિમિટથી વધારે સમાન લઈ જાવ છો તો તમારે વધારાનો શુલ્ક ચૂકવવાનો રહેશે.
ADVERTISEMENT
સામાન્ય રીતે તમે જાણતા જ હશો કે તમે પ્લેનમાં મુસાફરી કરો છો તો અમુક કિલોથી વધારે સમાન પર વધારાના પૈસા ચૂકવવાના હોય છે તેવી જ જ રીતે રેલવેમાં પણ ચૂકવવાના રહેશે.
રેલવે મંત્રીએ કહ્યું છે કે હાલ અલગ-અલગ ક્લાસ અનુસાર મુસાફરો માટે કોચની અંદર સાથે લઈ જવાતા સામાનની મેક્સિમમ લિમિટ નક્કી કરવામાં આવી છે, દરેક ક્લાસ માટે મફત લઈ જવાની લિમિટ આ મુજબ છે. આ માટે દરેક કોચના હિસાબે સમાનની લિમિટ નક્કી કરવામાં આવી છે જે મુજબ સેકન્ડ ક્લાસમાં 35 કિલો, સ્લીપરમાં 40 કિલો, 3 Tier અને ચેર કારમાં 40 કિલો અને ફર્સ્ટ ક્લાસ અને AC 2 Tier માં 50 કિલો અને ફર્સ્ટ ક્લાસમાં 70 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકો છપ.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી જાણકારી અનુસાર સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતાં લોકો 35 કિલો સુધી મફત સામાન લઈ જઈ શકે છે અને વધારે પૈસા ચૂકવીને 70 કિલો સુધીનો કુલ સમાન લઈ જવાની છૂટ આપવામાં આવી છે. સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સમાન મફત લઈ જવાની અનુમતિ છે અને વધારે પૈસા આપીને 80 કિલો સુધીનો સામાન લઈ જવાની લિમિટ નક્કી કરવામાં આવી છે.
🚨Passengers need to pay for extra Luggage on Trains: Railway Minister
— Indian Infra Report (@Indianinfoguide) December 17, 2025
Free Luggage carrying limit per passenger-
•AC First Class- 70Kg
•AC 2 Tier - 50Kg
•AC 3 Tier or Chair Car- 40Kg
•Sleeper- 40Kg
•Second class- 35Kg
ADVERTISEMENT
AC 3 Tier અને ચેર કારમાં મુસાફરોને 40 કિલો સુધી સામાન મફત લઈ જવાની પરમીશન છે અને આ જ તેમની મેક્સિમમ લિમિટ છે. ફર્સ્ટ ક્લાસ અને AC 2 Tier માં મુસાફરી કરતાં લોકોને 50 કિલો સુધી મફત સામાન લઈ જવાની છૂટ છે અને વધુ માં વધુ એકસ્ટ્રા ચાર્જ ચૂકવીને 100 કિલો સુધીનો સામાન લઈ જવાની અનુમતિ છે. AC ફર્સ્ટ ક્લાસના મુસાફરોને 70 કિલો સુધી મફત અને વધારાનો ચાર્જ ચૂકવીને 150 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ છે.
ADVERTISEMENT
રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે મેક્સિમમ સામાન લઈ જવાની લિમિટમાં મફત સામાનની લિમિટ પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે મફત લિમિટથી વધારે યાત્રીઓ તેમનો સામાન કોચમાં તો રાખી શકે છે પણ તેમણે તેના માટે નક્કી કરેલા દર કરતાં 1.5 ગણો શુલ્ક આપવો પડશે.
ADVERTISEMENT

વૈષ્ણવે કહ્યું કે 100 cm x 60 cm x 25 cm (length x width x height) સુધીના આકાર વાળા ટ્રંક, સૂટકેસ અને બોક્સ મુસાફરોને પર્સનલ સામાન રીતે કોચમાં લઈ જવાની પરમીશન છે. જો કોઈપણ સમાન આ આકારથી સહેજ પણ મોટો છે તો તેને કોચમાં સાથે લઈ જવાની સંમતિ નથી અને આવા સામાનને બ્રેક ક્રેન કે પછી પાર્સલ વાનમાં બુક કરાવવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.