ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 100 જગ્યાઓ માટે ભરતી પડી, એ પણ સરકારી, જોઇશે આ લાયકાત

ભરતી અપડેટ / ગુજરાતમાં 100 જગ્યાઓ માટે ભરતી પડી, એ પણ સરકારી, જોઇશે આ લાયકાત

Published By: Priyankka Triveddi

Last Updated: 12:49 PM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Bharti 2025: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો તો પછી રાહ શેની જુવો છો ગુજરાત સરકારે વધુ એક નોકરીની તક જાહેર કરી છે.

GSSSB Assistant Librarian Bharti 2025: સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે એક સારી તક સામે આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે કુલ 100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે.

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ મદદનીશ ગ્રંથપાય, વર્ગ-3 સંવર્ગની કુલ-100 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતી જાહેર કરી છે. આ પોસ્ટ માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ મુજબ છે. ખાસ વાત એ છે કે આ અરજીઓ ઉમેદવારો પાસે GSSSB એ ઓનલાઈન મીડિયમથી માંગવી છે.

jobs

ભરતીની જરૂરી વિગતો આ મુજબ છે:

  • સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • વિભાગ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
  • પોસ્ટ મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-3
  • જગ્યા 100
  • એપ્લિકેશન મોડ ઓનલાઈન
  • વય મર્યાદા 18થી 35 વર્ષ
  • અરજી કરવાની શરુઆતની તારીખ 16-12-2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ 30-12-2025
  • ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

આ પોસ્ટ માટે કુલ કઈ કેટેગરીમાં કેટલી પોસ્ટ ખાલી છે:

  • કેટેગરી જગ્યા
  • બિન અનામત 38
  • આર્થિક રીતે નબળા વર્ગ 11
  • અનુ. જાતિ 7
  • અનુ.જન જાતિ 16
  • સા.શૈ.પ.વર્ગ 28
  • કુલ 100
JOB-INTRVEW

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

મદદનીશ ગ્રંથપાલની પોસ્ટ માટે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ. અને સાથે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

પોસ્ટનું પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર બર્ટી કરવામાં આવશે. પહેલા 5 વર્ષ માટે 26000 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા ઉમેદવારોને સાતમા પગાર પંચના લેવલ-4 પ્રમાણે 25500થી 81100 ના પગાર ધોરણના માળખા મુજબ નિયમિત નિમણૂક મળી શકશે.

પોસ્ટ માટે કેટલી ઉંમર મર્યાદા

ઓજસ સરકારી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: સુરતમાં હીટ એન્ડ રન, વડોદરામાં લક્ઝરી પલટી, તો અમદાવાદમાં ફરી ડમ્પર ચાલકે લીધો યુવતીનો જીવ

vtv app promotion

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રિન્ટ ભવિષ્યના રેફરન્સ માટે ચોક્કસ કાઢી લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Job Gujarat Bharti 2025 સરકારી નોકરી

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ