બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતમાં હીટ એન્ડ રન, વડોદરામાં લક્ઝરી પલટી, તો અમદાવાદમાં ફરી ડમ્પર ચાલકે લીધો યુવતીનો જીવ
Last Updated: 11:50 AM, 18 December 2025
Gujarat Accident : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તરફ આજે સુરત, અમદાવાદ, કામરેજ અને વડોદરામાં થયેલા અલગ-અલગ અકસ્માતમાં 1 મહિલાનું મોત તો 12 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. અમદાવાદમાં બેફામ ડમ્પરે એક મહિલાને અડફેટે લેતા મોત થયું છે. આ તરફ સુરતમાં નશામાં ધૂત કારચાલકે બે બાઇકને અઅડફેટે લેતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે વડોદરા નજીક એક લકઝરી બસ પલટી મારી જતાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT

અમદાવાદમાં બેફામ ડમ્પરે મહિલાને અડફેટે લેતા મોત
ADVERTISEMENT
અમદાવાદના ખોખરા ચાર રસ્તા પાસે વધુ એક ગંભીર અકસ્માત થયો. અહીં બેફામ ડમ્પરે એક્ટિવા પર જઈ રહેલી યુવતી ખુશ્બુ ગુપ્તાને અડફેટે લીધી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું. ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકને ઘટનાસ્થળેથી જ પકડી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT
સુરતમાં બેફામ ડમ્પર ચાલકે મેટ્રોની રેલિંગ સાથે ડમ્પર અથડાવ્યું
સુરતના પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર એક બેફામ ડમ્પર ચાલકે મેટ્રોની રેલિંગ સાથે ડમ્પર અથડાવી દીધું હતું. જોરદાર અથડામણના કારણે ડમ્પરના ટાયર પણ છૂટા પડી ગયા હતા. ડમ્પર ચાલકનું કહેવું છે કે, વન-વે રોડ પર એક કારચાલકને બચાવવા જતા અકસ્માત થયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટના જોઈને લોકોમાં ભય ફેલાયો હતો.
ADVERTISEMENT

સુરતમાં નશામાં ધૂત કારચાલકે બે બાઈકને અડફેટે લીધા
ADVERTISEMENT
સુરતના કામરેજ વિસ્તારમાં પણ રફ્તારનો કહેર જોવા મળ્યો. નશામાં ધૂત કારચાલકે બે બાઈકને અડફેટે લીધા હતા, જેમાં બે બાઈકચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પીછો કરીને તેને પકડી લીધો હતો. પોલીસે કારચાલક સહિત બે લોકોની અટકાયત કરી છે.

ADVERTISEMENT
વડોદરા નજીક લક્ઝરી બસ પલટી
આ તરફ વડોદરામાં કંડારી ગામ નજીક નેશનલ હાઇવે 48 પર એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. વડોદરાથી સુરત જઈ રહેલી આ બસમાં સવાર 30 મુસાફરોમાંથી 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કરજણ પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં એક દિવસમાં 10 લોકોના મોત, દ્વારકામાં 4 ભક્તોના અને અમરેલીમાં 3 ભાઈઓના મોત

ગઇકાલે પણ અમદાવાદમાં ડમ્પરની ટક્કરથી થયું હતું મહિલાનું મોત
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ગાયત્રીબેન પ્રજાપતિ પોતાના પતિ સાથે સ્કૂટર પર હોસ્પિટલ જઈ રહ્યા હતા. રસ્તામાં AMCના ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારી જેમાં ગાયત્રીબેન રોડ પર પડી ગયા અને ડમ્પરના ટાયર નીચે માથું આવી જતાં સ્થળ પર જ તેમનું મોત થયું. પતિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતે શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.