બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં એક દિવસમાં 10 લોકોના મોત, દ્વારકામાં 4 ભક્તોના અને અમરેલીમાં 3 ભાઈઓના મોત
Last Updated: 04:51 PM, 17 December 2025
Gujarat Accident News : આજે બુધવારનો દિવસ રાજ્યમાં 10 લોકો માટે કાળ સાબિત થયો છે. વિગતો મુજબ અમદાવાદ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, વિસનગર અને વડોદરામાં થયેલા પાંચ મોટા અકસ્માતોમાં કુલ 10 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત
વિગતો મુજબ મેટ્રો સિટી અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ગાયત્રીબેન પ્રજાપતિ પોતાના પતિ સાથે સ્કૂટર પર હોસ્પિટલ જઈ રહ્યા હતા. રસ્તામાં AMCના ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારી જેમાં ગાયત્રીબેન રોડ પર પડી ગયા અને ડમ્પરના ટાયર નીચે માથું આવી જતાં સ્થળ પર જ તેમનું મોત થયું. પતિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતે શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
ADVERTISEMENT

અમરેલીમાં કાર અકસ્માતમાં 3 પિતરાઈ ભાઈના મોત
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં રાત્રિના સમયે એક કાર અકસ્માત સર્જાયો હતો. ઝડપમાં આવી રહેલી કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર રોડ પરથી પલટી મારી ખેતરમાં ઘૂસી ગઈ. કારમાં સવાર ચાર પૈકી ત્રણ પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો.
લાઠીમાં બોલેરો અને ટ્રાવેલ્સ બસ વચ્ચે ટક્કર
ADVERTISEMENT
અમરેલી લાઠી તાલુકાના ટોડા ગામ પાસે બોલેરો પિકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરોમાં સવાર એક વ્યક્તિ ફસાઈ જતા ફાયર વિભાગે તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા. બસમાં સવાર મુસાફરો સુરક્ષિત રહ્યા.
દ્વારકામાં પદયાત્રીઓ પર અજાણ્યા વાહનની ટક્કર
ADVERTISEMENT
દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા ભક્તો પર માળિયા-પીપળીયા હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં ચાર પદયાત્રીઓના સ્થળ પર જ મોત થયા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ADVERTISEMENT
વિસનગરમાં પતિની સામે પત્નીનું મોત
વિસનગર તાલુકાના કાંસા ગામમાં ટ્રકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા પતિ-પત્ની રોડ પર પડી ગયા. ટ્રકનું ટાયર પત્ની ઉપર ફરી વળતાં તેમનું કરૂણ મોત થયું. પતિને સામાન્ય ઇજા થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોણે આપી? સામે આવ્યું આ નામ
વડોદરામાં સગીરનું બાઈક સ્લીપ થતાં મૃત્યુ
વડોદરાના સમા તળાવ નજીક મોડી રાત્રે સગીર યુવક બાઈક ચલાવી રહ્યો હતો. ઝડપી અને બેદરકારીથી બાઈક ચલાવતા તે સ્લીપ થઈ ગયો અને માથામાં ગંભીર ઈજા થતાં સ્થળ પર જ તેનું મોત થયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.