બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોણે આપી? સામે આવ્યું આ નામ
Last Updated: 04:02 PM, 17 December 2025
Ahmedabad School Threat : બુધવારનો દિવસ અમદાવાદની અનેક શાળાઓ અને તંત્ર મતે દોડધામ ભર્યો રહ્યો છે. વાસ્તવમાં આજે એટલે કે 17-12-2025ના રોજ અમદાવાદની અનેક ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વિગતો મુજબ આ શાળાઓને મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં “અમે બદલો લઈશું” જેવા શબ્દો લખેલા હતા, જેને કારણે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. જોકે શાળાઓને આ ઈમેલ મળતા જ ત્વરિત પોલીસને જાણ કરાઇ. આ તરફ પોલીસ પણ બોમ્બ સ્ક્વોડની ટીમો સાથે સ્થળ પર પહોંચી ગઈ અને કોઈ જોખમ ન રહે તે માટે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. હાલ તમામ સ્થળોએ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
શું કહ્યું અમદાવાદ પોલીસે ?
સમગ્ર મામલે અમદાવાદ પોલીસના સંયુક્ત કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, પોલીસ ટીમો સંબંધિત શાળાઓમાં તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં સુરક્ષાને લઈને કોઈ બેદરકારી ન રાખવામાં આવી. જે શાળાઓને આ ધમકી મળી તેમાં મહારાજા અગ્રસેન સ્કૂલ, ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ અને જાબેર સ્કૂલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તો શું આ ધમકીઓ પાછળ ખાલિસ્તાનનો હાથ ?
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમેલ પાછળ ખાલિસ્તાન સાથે જોડાયેલા તત્વો હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધમકીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તાર તથા સાબરમતી જેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT
શું કહ્યું વાલીઓએ ?
સમગ્ર મામલે એક પિતાએ કહ્યું કે, જાણકારી મળ્યાના માત્ર 10 મિનિટમાં તેઓ શાળાએ પહોંચી ગયા હતા. તેમણે શાળાની સુરક્ષા વ્યવસ્થાને સંતોષજનક ગણાવી અને જણાવ્યું કે શિક્ષકોએ ફોન કરીને પણ વાલીઓને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે શાળાઓને આવી ધમકીઓ મળી હોય. તાજેતરમાં દેશના અન્ય શહેરોમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે.
ADVERTISEMENT
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે 12 સ્કુલોના નામનું લિસ્ટ
ADVERTISEMENT
આ પણ વાંચો : 'જેમને ધમકી ભર્યા મેઇલ નથી આવ્યા તે શાળાઓએ...', અમદાવાદ DEOનો પરિપત્ર જાહેર
અગાઉ મળી શાળાઓને મળી ચૂકી છે ધમકીઓ
પંજાબના અમૃતસરમાં 12 ડિસેમ્બરે અનેક શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળી હતી, જોકે તપાસ બાદ તે ખોટી સાબિત થઈ હતી. તે જ રીતે 10 ડિસેમ્બરે દિલ્હીની બે શાળાઓને પણ ધમકી મળી હતી જેમાં એક ઈમેલમાં ખાલિસ્તાન ચળવળનો ઉલ્લેખ હતો. હાલ અમદાવાદ પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

ક્યારે ક્યારે ક્યાં ધમકી મળી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.