ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'જેમને ધમકી ભર્યા મેઇલ નથી આવ્યા તે શાળાઓએ...', અમદાવાદ DEOનો પરિપત્ર જાહેર
Last Updated: 03:13 PM, 17 December 2025
ADVERTISEMENT
અમદાવાદ શહેરની 12 શાળાઓને બોમ્બની ધમકી મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જે શાળાને ધમકી મળી છે તેમને પોલીસમાં રીપોર્ટ કરવા સૂચના અપાઈ છે. તેમજ શાળામાં અને વાલીઓમાં ડર ન ઉભો થાય તે માટે તકેદારીની સૂચના અપાઈ છે. શાળાઓએ સ્વેચ્છાએ વિદ્યાર્થીઓને શાળામાંથી રજાઓ આપી છે. શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીના મેઈલ મળ્યા તેવી માહિતી મળેલી છે.
ADVERTISEMENT
શાળાઓ સતર્ક રહેવા માટે જણાવાયું છે : DEO
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા જણાવ્યું છે. બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવાયું છે. વિદ્યાર્થીઓમાં વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકોને, તેમજ આચાર્યને કચેરી દ્વારા જાણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીએ સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે હોવી જોઈએ. અગાઉ પણ આ પ્રકારની ધમકી ભરેલી મેઈલ મળ્યા હતા. શાળાઓએ પોતાની રીતે પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા જણાવ્યું છે. જે શાળાઓમાં મેલ મળ્યો નથી તેઓએ ભયમાં ન રહેવા પત્ર દ્વારા જણાવ્યું છે. તેમજ મૌખિક પણ જણાવ્યું છે કે વાલીઓને પણ આ પ્રકારે જે છે એ ભયભીત ન બને.
ADVERTISEMENT

પોલીસ ઘટના સ્થળે પહોંચી
ADVERTISEMENT
અમદાવાદની અલગ અલગ સ્કૂલને ધમકી ભર્યા મેઈલ મળતા સ્કૂલ સંચાલકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. વેજલપુરમાં આવેલ ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલ સંચાલકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બોમ્બ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી સ્કૂલમાં તપાસ શરૂ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ સ્કોર્ડ સ્કૂલ પહોંચ્યા
ADVERTISEMENT
અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલો દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્કૂલમાંથી બાળકોને સલામતી રીતે ઘરે પરત મુકવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસને સ્કૂલોમાં બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ તમામ સ્કૂલો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. તેમજ સ્કૂલમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે 12 સ્કુલોના નામનું લિસ્ટ
ADVERTISEMENT
તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા
પોલીસ દ્વારા શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કોર્ડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. તેમજ વસ્ત્રાપુરની નિર્માણ અને અડાલજની ડિવાઈન સ્કૂલને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા અપાઈ હતી. તેમજ તાત્કાલીક મેસેજ કરી વાલીઓનો પણ બોલાવવામાં આવ્યા હતા.
ક્યારે ક્યારે ક્યાં ધમકી મળી
આ પણ વાંચોઃ ઓચિંતું બાઈક સ્લીપ થતા 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત, પરિવારમાં અરેરાટી
ઝાયડસ સ્કુલનું મેનેજમેન્ટ પણ શાળામાં પહોચ્યુ
ઝાયડસ સ્કૂલનું મેનેજમેન્ટ પણ શાળામાં પહોંચ્યું હતું. બપોરે 1.30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમ ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. તેમજ કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.