ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ઓચિંતું બાઈક સ્લીપ થતા 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત, પરિવારમાં અરેરાટી

દુઃખદ / ઓચિંતું બાઈક સ્લીપ થતા 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત, પરિવારમાં અરેરાટી

Published By: Vishal Khamar

Last Updated: 09:55 AM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. શહેરના સમા તળાવ પાસે મોડી રાત્રે વધુ એક અકસ્માત બનવા પામ્યો હતો. આ અકસ્મતામાં 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

વડોદરા શહેરમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. શહેરના સમા તળાવ પાસે મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સ્લીપ ખાઈ જતા 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. કારેલીબાગ તુલસાવાડી વિસ્તારમાં રહેતો હિતેન્દ્ર રાજુ પરમારનું મોત નિપજ્યું હતુ. નવીન નિર્માણાધીન બ્રિજની બાજુના સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. સમા પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

મુસાફરોથી ભરેલ રિક્ષા નાળાની દીવાલ સાથે અથડાઈ

જ્યારે મંગળવારના રોજ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ કિયા ગામ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરોથી ભરેલ રિક્ષા નાળાની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક તેમજ રિક્ષામાં બેસેલ મુસાફરોને ઈજાઓ પહોંચવા પામી હતી.

રિક્ષા ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા ધડાકાભેર અથડાઈ

વડોદરા જિલ્લાના કરજણ તરફ જતી રિક્ષામાં રીક્ષા ચાલક સહિત તેના પરિવારના 5 સભ્યો બેઠેલા હતા. ત્યારે પરિવાર ભરૂચ લગ્ન પ્રસંગમાંથી કરજણ તરફ આવી રહ્યો હતો. રામદેવ હોટલ પાસે રિક્ષા ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થયાની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

અમરેલીમાં ગત રાત્રીના સુમારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટાળો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

ત્રણના મોત એકની હાલત ગંભીર

અમરેલી હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે ગાડીમાં સવાર ત્રણ લોકોને ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચવા પામી હતી. અકસ્માત સર્જાતા હાઈવેર પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લોકો દ્વારા અકસ્માત બાબતે પોલીસ તેમજ 108 ઈમરજન્સીને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

મૃતકોના નામ

જૂનાગઢના ડ્રાઈવર વિકાસ સાવલિયાનું મૃત્યુ

ધોરાજીના મંથન સાવલિયા,ધર્મેશ સાવલિયાનુ મોત

આ પણ વાંચોઃ VIDEO : 'લુખાવ રેડી છો ને? જેલમાંથી બહાર આવીને કીર્તિએ 'ધુરંધર'ના ગીત પર રીલ બનાવી, માર્યો સિગરેટનો દમ

પોલીસે ટ્રાફિક ક્લીયર કર્યો

પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હાઈવે પરથી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનો તેમજ મિત્રોને થતા તેઓ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

death of minor bike slip Vadodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ