ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : 'લુખાવ રેડી છો ને? જેલમાંથી બહાર આવીને કીર્તિએ 'ધુરંધર'ના ગીત પર રીલ બનાવી, માર્યો સિગરેટનો દમ

નફ્ફટાઈ / VIDEO : 'લુખાવ રેડી છો ને? જેલમાંથી બહાર આવીને કીર્તિએ 'ધુરંધર'ના ગીત પર રીલ બનાવી, માર્યો સિગરેટનો દમ

Published By: Mit Soni

Last Updated: 10:39 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે તે જેલમાંથી છુટ્યા બાદ પણ નથી સુધરી અને તેના તેવર એવા જ પહેલા જેવા જ છે, જેલમાંથી બહાર આવી કીર્તિએ 'ધુરંધર'ના સોંગ પર રીલ બનાવી, અને સિગરેટના દમ મારતો વીડિયો મૂકી લખ્યું લુખાવ રેડી છો ને?, FIR નોંધાવનાર અલ્પેશને ચીમકી આપી

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર બેફામ ગાળાગાળી કરી હંમેશા વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ છેલ્લા એક મહિનાથી પાસા હેઠળ વડોદરા જેલમાં હતી. જેમાંથી બહાર આવતા જ સોશિયલ મીડિયા પર 'ધુરંધર' મુવીના સોંગ સાથે મૂકેલી એક રીલ ચર્ચાનું કેન્દ્ર બની છે. લુંગી અને જેકેટમાં સિગારેટ પીતો વીડિયો મૂકી લખ્યું છે- લુખાવ રેડી છો ને?. સાથે પોતાની સામે પોલીસ ફરિયાદ નોંધાવનાર અલ્પેશ ડોન્ડાને ચીમકી આપતી પોસ્ટ પણ કરી છે.

જો કે, આ પહેલીવાર નથી. આ પહેલા પણ કીર્તિ પટેલ જ્યારે જેલમાંથી છૂટી ત્યારે આ રીતે જ રીલ બનાવી ચર્ચામાં આવી હતી. કીર્તિ પટેલ સામે ગુજરાતમાં અલગ અલગ 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ધુરંધર ફિલ્મના સોંગ પર સિગરેટના દમ લગાવતા રીલ બનાવી

ગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પહેલા 93 દિવસના સુરત જેલવાસ અને ત્યારબાદ પાસામાં વડોદરા જેલમાં 1 મહિનો અને સાત દિવસ બાદ બહાર આવી છે.જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે તુરંત જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આ પહેલા સુરતની લાજપોર જેલમાંથી જ્યારે બહાર આવી હતી ત્યારે જે રીતે લૂંગી અને જેકેટમાં વીડિયો પોસ્ટ કર્યો હતો એ જ પ્રમાણે હવે પાસા હેઠળ વડોદરા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી લૂંગી અને જેકેટ સાથેનો વીડિયો ફરી પોસ્ટ કર્યો છે. જેમાં હાલનું ફેમસ સોંગ એટલે કે ધુરંધર સ્ટાઇલમાં કીર્તિ પટેલ દેખાઈ રહી છે. કીર્તિ પટેલે આ રીલ પોસ્ટ કરતાની સાથે જ એક કેપ્શન લખ્યું છે, લૂખાવ રેડી છો ને?

vtv app promotion

પાસે હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલાઈ હતી

કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. ત્યારબાદ તેણે 93 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા પાસા હેઠળ પકડીને તેને વડોદરા જેલ ખાતે ધકેલી દેવામાં આવી હતી.

વધુ વાંચો: વ્હાઈટ હાઉસમાં વાગશે શરણાઈ, ટ્રમ્પે પુત્રની સગાઈનું કર્યું એલાન, કોણ છે થનારી દુલ્હન?

કીર્તિ પટેલ સામે ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે અલગ અલગ 10 ગુના

સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે 10 દિવસ પહેલા વધુ એક ગુનો દાખલ થયો હતો, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો હતો. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PASA Vadodara Jail Kirti Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ