બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વ્હાઈટ હાઉસમાં વાગશે શરણાઈ, ટ્રમ્પે પુત્રની સગાઈનું કર્યું એલાન, કોણ છે થનારી દુલ્હન?

વિશ્વ / વ્હાઈટ હાઉસમાં વાગશે શરણાઈ, ટ્રમ્પે પુત્રની સગાઈનું કર્યું એલાન, કોણ છે થનારી દુલ્હન?

Mit Soni

Last Updated: 09:47 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પ્રવક્તાએ પણ સગાઈની જાહેરાત કરી છે. આ કપલ 2024 થી જાહેરમાં સાથે જોવા મળી રહ્યું હતું. તેઓ પામ બીચ પર અનેક કાર્યક્રમો અને અનેક પારિવારીક આયોજનોમાં પણ જોવા મળે છે.

અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં શહેનાઈના સૂર ગુંજી ઉઠશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની સગાઈની જાહેરાત કરી છે. સોમવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત ક્રિસમસ રિસેપ્શન દરમિયાન તેમણે પોતે આ ખુશખબર શેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું છે કે ટ્રમ્પ જુનિયર પામ બીચની જાણીતી સમાજસેવી બેટ્ટીના એન્ડરસન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર આ ખાસ જાહેરાત ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એક વીડિયોમાં, યુએસ રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી દૂર જતા જોવા મળે છે, ત્યારબાદ ટ્રમ્પ જુનિયર તેમની મંગેતર, બેટ્ટીના એન્ડરસન સાથે દેખાય છે. હાજર મહેમાનોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.

vtv app promotion

આ સમય દરમિયાન, 47 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટ્ટીના એન્ડરસને પણ લોકોને સંબોધિત કરી. ટ્રમ્પ જુનિયરે "હા" કહેવા બદલ બેટ્ટીનાનો આભાર માન્યો. બેટ્ટીના એન્ડરસને વ્હાઇટ હાઉસ રિસેપ્શનનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીનો આભાર માન્યો. તેને કહ્યું કે આ સપ્તાહના અંતે તેના જીવનનો સૌથી યાદગાર સમય હતો અને તે પોતાને વિશ્વની સૌથી નસીબદાર છોકરી માને છે.

વધુ વાંચો: સુરતમાં ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર પોલીસનું ફાયરિંગ, હુમલો કરી ભાગવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ

કોણ છે બેટ્ટીના એન્ડરસન ?

39 વર્ષીય બેટ્ટીના એન્ડરસન પરોપકારી હેરી લોય એન્ડરસન જુનિયર અને ઇન્ગર એન્ડરસનની પુત્રી છે. તે ફ્લોરિડામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણીય સંરક્ષણના મુદ્દાઓમાં સક્રિય રીતે સામેલ છે. બેટ્ટીના અને ટ્રમ્પ જુનિયર 2024 થી જાહેરમાં સાથે જોવા મળે છે. તેઓ પામ બીચ પર અનેક કાર્યક્રમો અને ટ્રમ્પ પરિવારના વિવિધ મેળાવડામાં પણ સાથે જોવા મળ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bettina Anderson Donald Trump Jr US President Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ