ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 54 હજાર શાળાઓનું હવે એકસરખા માપદંડથી મૂલ્યાંકન, વાલીઓ એક ક્લિકમાં જાણી શકશે શાળાની ગુણવત્તા

ગુજરાત / 54 હજાર શાળાઓનું હવે એકસરખા માપદંડથી મૂલ્યાંકન, વાલીઓ એક ક્લિકમાં જાણી શકશે શાળાની ગુણવત્તા

Published By: Nidhi Panchal

Last Updated: 02:30 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શાળા પસંદગી અંગે મૂંઝવણ અનુભવતા વાલીઓ માટે શિક્ષણ વિભાગ હવે મહત્વની સુવિધા લાવી રહ્યો છે. રાજ્યની 54 હજારથી વધુ શાળાઓનું એકસરખા માપદંડથી મૂલ્યાંકન કરીને ઓનલાઈન રિપોર્ટકાર્ડ જાહેર કરવામાં આવશે

શાળાઓની ગુણવત્તાની સરખામણી કરી શકશે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં 54,000થી વધુ શાળાઓનાં ઓનલાઈન રિપોર્ટકાર્ડ જાહેર કરવામાં આવશે.

school-simple

ચાલુ શૈક્ષણિક વર્ષથી સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી સહિત રાજ્યની તમામ શાળાઓનું ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) હેઠળ મૂલ્યાંકન બોનું સ્કૂલ કરવામાં આવી રહ્યું છે. આ ફ્રેમવર્ક રાષ્ટ્રીય શિક્ષણનીતિ સાથે સુસંગત છે. આ મૂલ્યાંકન પદ્ધતિ ગુજરાત બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ, કેમ્બ્રિજ અને આઈબી સહિત તમામ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓને સમાન રીતે લાગુ પડશે.

અન્ય વિવિધ પાસાંનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે

શાળાઓનાં શૈક્ષણિક પાસાં ઉપરાંત વહીવટી વ્યવસ્થા, માળખાકીય સુવિધાઓ અને અન્ય વિવિધ પાસાંનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, શાસનવ્યવસ્થા, વર્ગખંડમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પરિણામો જેવી બાબતોમાં રહેલી ખામીઓ ઓળખવામાં આવશે. પ્રથમ તબક્કામાં શાળાઓ દ્વારા કરવામાં આવતું સ્વ-મૂલ્યાંકન (સેલ્ફ-એસેસમેન્ટ) હવે પૂર્ણતાના આરે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 83 લાખનું સોનું ઝડપાયું, ભાવનગરની મહિલા ડોક્ટરની અનેક વિદેશી ટ્રિપથી કસ્ટમ્સને શંકા

અધિકારીઓના જણાવ્યા મુજબ શાળાઓનું છ મુખ્ય ક્ષેત્રોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે

  • શિક્ષણ અને અભ્યાસ-૩૦ ટકા
  • મૂલ્યાંકન-૨૦ ટકા
  • શાળા વ્યવસ્થાપન-૧૫ ટકા
  • સર્વાંગી વિકાસ-૧૫ ટકા
  • સંસાધનો-૧૦ ટકા
  • હોસ્ટેલ સુવિધાઓ-૧૦ ટકા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SQAAF Framework School Assessment Gujarat Schools

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ