ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / ભાવનગરના સમાચાર / mayabhai ahir met the family of krushnkumarsingh of bhavnagar
Last Updated: 12:24 PM, 26 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
માયાભાઈ આહિરે લીધી ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહજી પરિવારની મુલાકાત
તાજેતરમાં જ ગુજરાતનાં પ્રસિદ્ધ લોક ગાયક તથા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે ભાવનગરનાં નિલમબાગ પેલેસમાં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં પરિવારની મુલાકાત લીધી હતી. પેલેસમાં મહારાજાનાં પરિવાર સાથે જોવા મળ્યા હતા અને એટલું જ નહીં સાથે તેઓ અહી લોક ગીત ગાતા પણ જોવા મળ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
આ વાતની જાણકારી માયાભાઈ આહિરે ઇન્સ્ટાગ્રામ દ્વારા વીડિયો અને તસવીરો શેર કરીને આપી છે. તસવીરો શેર કરતા તેઓ કેપ્શનમાં લખે છે કે ભાવનગર ખાતે નિલમબાગ પેલેસમાં કૃષ્ણકુમારસિંહજી પરિવારની મુલાકાત લઇ ગોહિલ પરિવારનાં સમર્પણને યાદ કરી એ વાતોને ફરી વાગોળવાનો અવસર મળ્યો.
ADVERTISEMENT
માયાભાઈ આહીર
જણાવી દઈએ કે માયાભાઈ આહીરનો જન્મ પણ ભાવનગરમાં જ થયો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત 1996માં હનુમાન ટેમ્પલમાં એક પ્રોગ્રામથી કરી હતી. ત્યાર બાદ તેમણે નાના - મોટા પ્રોગ્રામ કરવાનું શરુ કર્યું હતું. તેમણે હાસ્ય કલાકાર તરીકે પણ કામ કર્યું છે. તેમણે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશોમાં પણ પ્રોગ્રામ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ