ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / mandar chandwadkar fake death news spreads actor revealed the truth

VIDEO / TMKOCના આત્મારામ ભીડેના નિધનની ફેલાઈ અફવા, એક્ટરે ખુદ વીડિયો શેર કરી બતાવ્યું સત્ય

Published By: Pravin

Last Updated: 06:08 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના આત્મરામ ભીડેની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાદકર સાથે જોડાયેલી એક અફવા ઉડી રહી છે. જેને લઈને એક્ટરે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સચ્ચાઈ જણાવવી પડી હતી.

ADVERTISEMENT

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડે સાહેબ પર અફવા ફેલાવી
  • સોશિયલ મીડિયા પર કોઈએ નિધનના સમાચાર વહેતા કર્યા
  • અભિનેતાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી

 

પોપુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા એક દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોના તમામ પાત્રો ફેન્સ વચ્ચે ખાસ્સી એવી પ્રતિભા ધરાવે છે અને લાખો દિલોમાં રાજ કરે છે. પણ હવે શોના આત્મરામ ભીડેની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાદકર સાથે જોડાયેલી એક અફવા ઉડી રહી છે. જેને લઈને એક્ટરે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સચ્ચાઈ જણાવવી પડી હતી. 

એક્ટરને લઈને અફવા ઉડી

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસથી મંદાર ચંદવાદકરના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. એક્ટરને જ્યારે આ વાતની ખબર પડી તો, તેમણે ફેન્સ સામે આવીને આ અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. તેમણે અફવા ફેલાવનારા લોકોને બરાબરનો ઉધડો લઈ લીધો હતો. 

મંદાર ચંદવાદકરે સચ્ચાઈ જણાવી

મંદાર ચંદવાદકરે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે, નમસ્કાર કેમ છો આપ બધાં, બધાંનું કામ કેવું ચાલી રહ્યું છે, હું પણ કામ પર છું. કોઈએ ન્યૂઝ ફોરવર્ડ કર્યા છે, મેં વિચાર્યું કે, કોઈને ચિંતા ન થાય એટલા માટે હું લાઈવ આવ્યો છું.

અફવા ફેલાવનારાઓનો ઉધડો લીધો

મંદારે આગળ કહ્યું કે, સોશિયલ મનીડિયા આગ કરતા પણ વધારે ઝડપી ફેલાઈ છે. હું કંફર્મ કરવા માગુ છું કે, હું સારી રીતે શૂટીંગ કરી રહ્યો છું. મજા આવી રહી છે. જેણે પણ આ કાંડ કર્યો છે, હું તેમને વિનંતી કરી રહ્યો છું કે, આવી અફવા ન ફેલાવો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો તંદુરસ્ત છે અને સારા છે. બધા ખુશ છે અને આવાનારા કેટલાય વર્ષો સુધી લોકોનું મનોરંજન કરીશું. પ્લીઝ ફરીથી વિનંતી કરી રહ્યો છું કે , મહેરબાની કરીને આવી અફવા ન ફેલાવો. ધન્યવાદ.

સંકળાયેલા મુદ્દાઓ

Atmaram Bhide Mandar Chandwadkar Taarak Mehta Ka Ooltah Chashmah Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ