ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG સિલિન્ડર બુકિંગનો નિયમ બદલાયો, હવે 25 દિવસે રિફિલ બુકિંગ કરી શકાશે, સપ્લાય સુધરતાં કેન્દ્રનો મોટો નિર્ણય!
5 ફોટો ગેલેરી
Last Updated: 10:01 AM, 8 September 2026
1/5
સરકારે ગ્રામીણ વિસ્તારો માટે LPG રિફિલ બુકિંગના સમયગાળામાં ઘટાડો કર્યો છે. સોમવારે સરકારે જાહેરાત કરી હતી કે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો માટે એલપીજી રિફિલ બુકિંગનો સમયગાળો સમાન રહેશે. રાજ્ય મંત્રી સુરેશ ગોપીની જાહેરાત મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં બુકિંગનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પ્રવાસન રાજ્ય મંત્રી ગોપીએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એલપીજીના પુરવઠા પર દબાણ હતું. પરિણામે, રિફિલ બુકિંગ માટેનો સમયગાળો શહેરી વિસ્તારો માટે 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે 45 દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
2/5
તેમણે ફેસબુક પોસ્ટમાં વધુમાં લખ્યું, "જોકે, એલપીજી (LPG) પુરવઠાની વર્તમાન સ્થિતિમાં સુધારો અને રિફિલના બાકી ઓર્ડરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં, કેન્દ્ર સરકારે આ નિયંત્રણમાં છૂટછાટ આપી છે. હવે, શહેરી કે ગ્રામીણ વિસ્તારોના તમામ ઘરેલુ એલપીજી ગ્રાહકો 25 દિવસના અંતરે રિફિલ બુક કરાવી શકે છે." પોતાની પોસ્ટમાં, મંત્રીએ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઓએમસી (OMCs) ને જારી કરાયેલા પત્રની નકલ પણ શેર કરી હતી, જેમાં તેમને આ ફેરફારનો તાત્કાલિક અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
3/5
જૂનની શરૂઆતમાં ભારતે વ્યાવસાયિક એલપીજી (LPG) પુરવઠા પરના નિયંત્રણો હટાવી લીધા હતા. પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના મુજબ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ યુદ્ધ પહેલાંના સામાન્ય સ્તરે જ બિન-ઘરેલુ પેક્ડ એલપીજીનો પુરવઠો પૂરો પાડે. સરકારે ઔદ્યોગિક કામગીરીને સરળ બનાવવા માટે LPG પુરવઠા સંબંધિત નિયંત્રણો પણ હળવા કર્યા છે, જેનાથી કટોકટી પહેલાના વપરાશ સ્તરના 50 ટકા સુધીનો પુરવઠો મળી શકે છે.
4/5
ફેબ્રુઆરીમાં ઈરાન સામે અમેરિકા-ઈઝરાયેલ સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી પછી, કેન્દ્ર સરકારે 'આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ' હેઠળ નિયંત્રણો લગવયા હતા. ગ્લોબલ ઓઇલ અને એનર્જી સપ્લાઇ ચેનમાં વિક્ષેપને કારણે દેશમાં સર્જાતી સંભવિત અછતને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.આ પહેલ હેઠળ, સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું કે, C3 અને C4 જેવા અમુક વાયુઓનો ઉપયોગ માત્ર એલપીજી માટે જ કરવામાં આવે, જેથી કોઈ અછત ન સર્જાય.
ADVERTISEMENT
5/5
સપ્લાઇમાં અવરોધને કારણે ભારતમાં પણ એલપીજીના ભાવમાં વધારો થયો છે. માર્ચ મહિનામાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં થયેલા વધારાને પગલે, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં તેમાં વધુ 29 રુપિયાનો વધારો કરાયો હતો. આ વધારાને કારણે દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 942 રુપિયા પર પહોંચી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ