બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Lok Sabha Election 2024 Out of 15 BJP candidates in Gujarat, 10 repeat, 5 new names

Election 2024 / ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોમાંથી 10 રિપીટ, 5 નવા નામો, આ જૂનાજોગીઓના પત્તા કટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:34 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત, 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે જ્યારે પાંચ ઉમેદાવરોના પત્તા કપાયા છે

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરાઈ છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે પાંચ ઉમેદાવરોના પત્તા કપાયા છે, તો 2 ઉમેદવારો પૂર્વ રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બે ઉમેદવાર લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યાં છે. 

રિપીટ કરાયેલા ઉમેદવારો

  • ગાંધીનગર- અમિત શાહ
  • કચ્છ- વિનોદ ચાવડા
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • જામનગર-પૂનમ માડમ
  • આણંદ-મીતેશ પટેલ
  • ખેડા-દેવુસિંહ ચૌહાણ
  • નવસારી-સી આર પાટિલ
  • દાહોદ-જસવંતસિંહ ભાભોર
  • ભરૂચ-મનસુખ વસાવા
  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

આ લોકસભા ચૂંટણીમાં નવા ઉમેદવારો

  • બનાસકાંઠા- શ્રીમતી રેખાબેન ચૌધરી
  • અમદાવાદ પશ્ચિમ- દિનેશભાઇ મકવાણા
  • રાજકોટ- પુરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર-મનસુખ માંડવિયા
  • પંચમહાલ-રાજપાલસિંહ જાદવ

કોના પત્તા કપાયા

  • બનાસકાંઠા- પરબત પટેલ
  • અમદાવાદ પ.- કિરીટ સિંહ સોલંકી
  • રાજકોટ- મોહન કુંડારિયા
  • પોરબંદર-રમેશ ધડૂક
  • પંચમહાલ-રતનસિંહ રાઠોડ

પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો 
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. 

195 લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી બેઠક પરથી લડશે. તો 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

BJP candidates list Election 2024 Lok Sabha Election 2024 ભાજપની ઉમેદવાર યાદી લોકસભાની ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ