બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટિપ્સ અપનાવીને દેવામાંથી વહેલા મુક્ત થાઓ

તમારા કામનું / લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટિપ્સ અપનાવીને દેવામાંથી વહેલા મુક્ત થાઓ

Pravin Joshi

Last Updated: 11:22 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની જીવનશૈલીમાં ઘર, ગાડી કે બાળકોના અભ્યાસ માટે લોન લેવી એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ જો યોગ્ય આયોજન ન હોય તો આ દેવું માનસિક તણાવનું કારણ બની શકે છે. જાણો કેવી રીતે સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે તમારી લોન ઝડપથી ચૂકવી શકો છો.

આજના સમયમાં દરેક સામાન્ય વ્યક્તિ પોતાની નાની-મોટી જરૂરિયાતો જેવી કે નવું ઘર ખરીદવું, કાર લેવી, બાળકોનું ઉચ્ચ શિક્ષણ કે પર્સનલ ઇમરજન્સી માટે લોન (Loan) નો સહારો લે છે. મર્યાદિત આવક હોવા છતાં લોન દ્વારા જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ જાય છે અને ધીમે-ધીમે તેની ચુકવણી પણ થઈ જાય છે. પરંતુ, ઘણી વખત લોકો લોન લીધા પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, ખાસ કરીને જ્યારે તેઓ સમયસર લોનના હપ્તા (EMI) ચૂકવી શકતા નથી.

Loan

આવી સ્થિતિમાં વ્યાજ પર વ્યાજ વધવાના કારણે દેવાનો બોજ સતત વધતો જાય છે, જે આર્થિક બોજ વધારવાની સાથે મોટો માનસિક તણાવ પણ લાવે છે. જો કે, યોગ્ય આયોજન અને નાણાકીય શિસ્ત દ્વારા તમે નક્કી કરેલા સમય પહેલાં પણ લોન ચૂકવીને તણાવમુક્ત થઈ શકો છો.

emi

લોન ઝડપથી ચૂકવવાના સરળ રસ્તા

માસિક ખર્ચનું બજેટ બનાવો: સૌથી પહેલાં તમારી બધી EMI અને દર મહિનાના જરૂરી ખર્ચાઓનો એક હિસાબ તૈયાર કરો. પ્રયાસ કરો કે તમારી માસિક આવકનો એક નાનો હિસ્સો વધારાની ચુકવણી માટે બચાવી શકાય.

વધારાની રકમ જમા કરો (Prepayment):

જો તમારી લોન પર કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ ન હોય, તો સમય-સમય પર લોન ખાતામાં વધારાની રકમ જમા કરાવતા રહો. આનાથી તમારી મુખ્ય રકમ (Principal Amount) ઝડપથી ઘટશે અને કુલ વ્યાજનો બોજ પણ ઓછો થઈ જશે.

વધારે વ્યાજવાળી લોન પહેલાં ચૂકવો:

જો તમારી પાસે એકથી વધુ લોન ચાલતી હોય, તો સૌથી પહેલાં એ લોન પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો જેમાં વ્યાજનો દર સૌથી વધુ હોય. લાંબા ગાળે આનાથી વ્યાજની મોટી બચત થશે.

બોનસ કે સેલરી વધારાનો ઉપયોગ:

જો તમને નોકરીમાં બોનસ મળે અથવા તમારો પગાર વધે (Salary Increment), તો તે વધારાની રકમ આડેધડ ખર્ચ કરવાના બદલે લોન ચૂકવવામાં વાપરો.

ઓછા વ્યાજ દરનો વિકલ્પ :

જો તમારી લોનનો વ્યાજ દર ખૂબ ઊંચો હોય, તો તમે કોઈ અન્ય બેંક કે નાણાકીય સંસ્થામાં ઓછા વ્યાજ દરે લોન બેલેન્સ ટ્રાન્સફર કરાવી શકો છો. આનાથી તમારી માસિક EMI અથવા કુલ વ્યાજનો બોજ ઘટી જશે.

loan-final

લોન ભરતી વખતે આ ભૂલો કરવાથી બચો

નાણાકીય તણાવ અને દેવાના સંકટથી બચવા માટે લોન ચાલતી હોય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે:

EMI ની તારીખ ક્યારેય મિસ ન કરો:

જો તમે સમયસર હપ્તો નહીં ભરો તો ભારે પેનલ્ટી (દંડ) ચૂકવવી પડશે અને તમારો ક્રેડિટ સ્કોર (Credit Score) પણ ખરાબ થશે.

એક લોન ચૂકવવા નવી મોંઘી લોન ન લો:

જૂનું દેવું ચૂકવવા માટે વારંવાર નવું અને મોંઘું દેવું લેવાની ભૂલ ક્યારેય ન કરો, આનાથી તમે દેવાની જાળમાં ફસાઈ જશો.

ક્રેડિટ કાર્ડનું બિલ બાકી ન રાખો:

ક્રેડિટ કાર્ડના બાકી નાણાં લાંબા સમય સુધી ન છોડો, કારણ કે તેના પર વ્યાજનો દર સૌથી વધારે હોય છે.

શરતો સમજ્યા વિના બેલેન્સ ટ્રાન્સફર ન કરો:

લોન બીજા બેંકમાં ટ્રાન્સફર કરતી વખતે પ્રોસેસિંગ ફી અને અન્ય છુપા ચાર્જિસ અચૂક ચેક કરી લો.

ક્ષમતા કરતાં વધુ EMI નો બોજ ન લો:

તમારી માસિક આવકને ધ્યાનમાં રાખીને જ EMI નક્કી કરો, વધુ પડતો બોજ ઘરનું બજેટ ખોરવી નાખશે.

આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર

જો તમે આ નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખશો, તો લોન ક્યારેય તમારા પર બોજ નહીં બને અને ચપટીમાં દેવું પૂરું થઈ જશે. આનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ સુધરશે, જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે ફરીથી સરળતાથી લોન મળી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FinancialPlanning LoanTips EMIManagement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ