ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિચારી રહ્યાં છો? તો IRCTC લઇને આવ્યું જોરદાર પેકેજ

ટ્રાવેલિંગ / જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિચારી રહ્યાં છો? તો IRCTC લઇને આવ્યું જોરદાર પેકેજ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:29 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jyotirlinga Darshan IRCTC Packages: દેશમાં હિન્દુ ધર્મના અનેક એવા ધાર્મિક સ્થાનો આવેલા છે જ્યા લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો પહોચે છે.

ADVERTISEMENT

Jyotirling Darshan IRCTC Tour Packages: દેશમાં હિન્દુ ધર્મના અનેક એવા ધાર્મિક સ્થાનો આવેલા છે જ્યા લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો પહોચે છે. આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે એક ખાસ ધાર્મિક પ્રવાસ પેકેજ શરૂ કર્યું છે.

ગુજરાતમાંથી પણ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે લોકો જતા હોય છે. આઇઆરસીટીસીના ટૂર પેકેજમાં સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ યાત્રામાં આરામદાયક ટ્રેન મુસાફરી, સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભોજન અને સલામત રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

IRCTC-Tour

આપણી જીંદગી દોડધામ ભરી જીંદગી બની ગઇ છે ઉમરના છેલ્લા પડાવમાં લોકોની ધાર્મિક યાત્રા કરવાની ઇચ્છા હોય છે. જો તમે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી સાત મુખ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો હવે તમારું સ્વપ્ન ઘણું સરળ બની ગયું છે. આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે એક ખાસ ધાર્મિક પ્રવાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. યાત્રિકોને આ ટૂર પેકેજમાં સારી સુવિધાઓ પણ મળવાની છે. યાત્રીકો માટે ઇએમઆઇનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

મુસાફરીની શરૂઆત

આ યાત્રા ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેન દ્વારા કરાવવામાં આવશે, જે 18 નવેમ્બર 2025 થી શરૂ અને 29 નવેમ્બર 2025 સુધી ચાલશે. આ યાત્રા 11 રાત અને 12 દિવસની યાત્રા હશે. આ ટ્રેન ઋષિકેશથી ઉપડશે અને આ યાત્રા દરમિયાન તમે ભારતના સાત પ્રસિદ્ધ શિવ જ્યોતિર્લિંગોના દર્શન કરશો.

irctc-final

કયા જ્યોતિર્લિંગોના દર્શન?

આ યાત્રામાં તમે મહાકાલેશ્વર (ઉજ્જૈન), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ), ત્ર્યંબકેશ્વર (નાસિક), ભીમાશંકર (મહારાષ્ટ્ર), ઘૃષ્ણેશ્વર (સંભાજીનગર), સોમનાથ (ગુજરાત) અને નાગેશ્વર (દ્વારકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમે યાત્રા દરમિયાન દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં સિગ્નેચર બ્રિજ, નાસિકમાં પંચવટી અને સંભાજીનગરમાં સ્થાનિક મંદિરોના દર્શન કરવાના છો.

પેકેજ અને સુવિધા

આ યાત્રાને ત્રણ શ્રેણીઓમાં છે. પહેલું ઇકોનોમી પેકેજ છે, જેમાં સ્લીપર ક્લાસ, નોન-એસી હોટલમાં ડબલ/ટ્રિપલ શેરિંગ અને નોન-એસી બસોનો સમાવેશ થાય છે. ભાડું પ્રતિ વ્યક્તિ રૂપિયા 24,100 અને બાળકો માટે 22,720 રૂપિયા છે.

બીજું સ્ટાન્ડર્ડ પેકેજ જેમાં થ્રી એસી, હોટલ અને એસી હોટલમાં રોકાવાનું, નોન-એસી બસોનો સમાવેશ થાય છે. ભાડું પ્રતિ વ્યક્તિ રૂપિયા 40,890 છે.

vtv app promotion

ત્રીજું કમ્ફર્ટ પેકેજ જેમાં ટુ એસી, એસી હોટલ અને એસી બસોનો સમાવેશ થાય છે અને ભાડૂ પ્રતિ વ્યક્તિ રૂપિયા 54,390 છે. બધા પેકેજોમાં નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનું ખાવાનું અને સ્થાનિક જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના બજેટને ધ્યાનમાં લીધું છે. જો એકસાથે સંપૂર્ણ રકમ ચૂકવવી મુશ્કેલ હોય તો ઇએમઆઇ વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ શું ટાટાએ દેશની સૌથી સસ્તી બાઈક લોન્ચ કરી? જુઓ વાઈરલ મેસેજની સચ્ચાઈ

બુકીગ કરો

તમે આ માટે સરકારી અથવા પ્રાઇવેટ બેંકના માધ્યમથી આઇઆરસીટીસી પોર્ટલ પર બુક કરી શકો છો. ઓનલાઈન બુકિંગ માટે https://www.irctctourism.com/ પર જઇ અથવા લખનૌની આઇઆરસીટીસી ઓફિસ, ગોમતી નગરમાં જઇ બુકિંગ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Jyotirlinga Darshan Jyotirlinga

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ