ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું સૂર્યાસ્ત પછી ખાવાનું ટાળવું જોઈએ? જાણો રેસલર સંગ્રામ સિંહ અને સાયન્સનો તર્ક

હેલ્થ / શું સૂર્યાસ્ત પછી ખાવાનું ટાળવું જોઈએ? જાણો રેસલર સંગ્રામ સિંહ અને સાયન્સનો તર્ક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:09 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle: ભારતીય રેસલર સંગ્રામસિંહે સૂર્યાસ્ત પછી જમવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વધુમાં મોડી સાંજે કે રાત્રે ખાવા અંગે વિજ્ઞાન શું કહે છે એ પણ જાણીએ.

ADVERTISEMENT

Lifestyle: "સૂર્યાસ્ત પછી ન ખાઓ. સાંજે અંધારું હોય ત્યારે ન ખાઓ..." તમે તમારી આસપાસ આવા ઘણા દાવા સાંભળ્યા હશે અથવા સોશિયલ મીડિયા પર લોકોને આવા દાવા કરતા સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે? તેની પાછળનું વિજ્ઞાન બહુ ઓછા લોકો જાણે છે. ભારતીય રેસલર સંગ્રામ સિંહે તાજેતરમાં સેલેબ્સ ન્યુટ્રિશનિસ્ટ રયાન ફર્નાન્ડો સાથે પોડકાસ્ટ કર્યું હતું, જ્યાં તેમણે સાંજે સૂર્યાસ્ત પછી ખાવું કે નહીં તેની ચર્ચા કરી હતી.

રેસલર સંગ્રામસિંહે પોડકાસ્ટમાં કહ્યું, "મને જે ઇચ્છા થાય તે ખાવું છું. આ ખાવા-પીવાની ઉમર છે. પછી વૃદ્ધાવસ્થામાં સૂપ જ પીવાનો છે." હવે ઘણા લોકો ઉપદેશ આપશે કે સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. હું તેમને કહેવા માંગુ છું, "અરે ભાઈ, આપણે કામ ધંધાવાળા માણસ છીએ. બધા એટલા નસીબદાર નથી હોતા કે તેઓ 7 વાગ્યે રાત્રિભોજન કર્યા પછી ફ્રી હોય. ક્યારેક આપણે 9 વાગ્યે, ક્યારેક 10 વાગ્યે ફ્રી થઇએ છીએ."

"હું 11 વાગ્યે ભરપેટ ભોજન લઉં છું. હું બધાને કહું છું, જ્યારે ટાઇમ મળે ત્યારે ખાઓ. ઘરે બનાવેલો ખોરાક ખાઓ. પરંતુ તેના એક કે દોઢ કલાક પછી ઉઘવું જોઇએ. રાત્રે થોડું ચાલો. તમે ત્રણ દિવસ સુધી ખાશો નહીં, તો તમે બેભાન થઈ પડી જશો. તમારો ચહેરો નિસ્તેજ થઈ જશે."

સૂર્યાસ્ત પછી ન ખાવા પાછળનું વિજ્ઞાન શું છે?

મેડિકલ સાયન્સ કહે છે કે માનવ શરીરમાં સર્કેડિયન રિધમ નામની એક કુદરતી ઘડિયાળ છે, જે ઊંઘ, હોર્મોન્સ, પાચન અને એનર્જી ખર્ચને કંટ્રોલ કરે છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે શરીરમાં મેલાટોનિન હોર્મોન મુક્ત થાય છે, જે શરીરને આરામની સ્થિતિમાં લાઇ જાય છે અને શરીરની એક્ટિવનેસ ઓછી થવા લાગે છે. તેથી સૂર્યાસ્ત પછી ખાવાથી બોડી રિકવરીની જગ્યાએ ડાઇજેશનને અહમિયત મળે છે.

dinner-final

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ મેડિસિનના 2019ના અભ્યાસ મુજબ, મોડી રાત્રે ખાવાથી બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધે છે અને ચયાપચય ધીમો પડી જાય છે.

જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં 2020ના અભ્યાસ મુજબ મોડી રાત્રે ખાવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઓછી થાય છે, જે શરીરમાં ચરબી તરીકે વધારાની કેલરીનો સંગ્રહ વધારે છે.

ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર મોડી રાત્રે ખાવાથી શરીરને ખોરાક પચાવવા માટે વધુ ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે, જે ઊંઘની ગુણવત્તાને બગાડે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શિયાળામાં ઓછું પાણી પીવાથી થઈ શકે આ તકલીફ, જાણો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

શું કરવું?

વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી ન ખાવું એ કોઈ પરંપરાનો ભાગ નથી, પરંતુ શરીરની નેચુરલ ક્લોક અને મેટાબોલિજ્મ સાથે જોડાયેલ છે. બાકી દરેક વ્યક્તિની લાઇફસ્ટાઇલ અલગ અલગ હોય છે. જો તમે મોડી સાંજે કે રાત્રે ખાઓ છો તો ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dinner Health Care Lifestyle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ